ડેન્ડ્રફની સમસ્યાથી કંટાળી ગયા છો? આ કરો ઉપાય
Dandruff: શિયાળાની સિઝનમાં મોટા ભાગના લોકોને ડેન્ડ્રફની સમસ્યા થતી હોય છે. પરંતુ અમે તમારા ડેન્ડ્રફથી છુટકારો મેળવવા માટેનો ઉપાય લઈને આવ્યા છીએ. ડેન્ડ્રફથી છુટકારો મેળવવા માટે તમે કપૂરનો ઉપયોગ કરી શકો છો.
કપૂર અને ઓલિવ તેલ
ગરમ ઓલિવ ઓઈલમાં તમારે કપૂરને એડ કરવાનું રહેશે. આ પેસ્ટને તમારે વાળમાં લગાવવાથી થોડા જ દિવસમાં ખોડો દૂર થઈ જશે.
કેમિકલ ફ્રી હેર પેક
કેમિકલ ફ્રી હેર પેક બનાવવા માટે તમારે નારિયેળ તેલ, કપૂર, અને લીંબુના રસની તમને જરૂર પડશે. આ વસ્તુઓને મિક્સ કરીને તમારા વાળમાં લગાવો. તમે આ પેસ્ટને રોજ તમારા વાળમાં લગાવો. થોડા જ દિવસમાં ખોડો દૂર થઈ જશે.
આ પણ વાંચો:શિયાળામાં ચમકી જશે ચહેરો, ગુલાબજળની સાથે આ વસ્તુને કરો મિક્સ
કપૂર અને અરીઠા
તમારા વાળની સંભાળ રાખવા માટે તમારે અરીઠાને આખી રાત પલાળીને રાખવાના રહેશે. આ પછી સવારે તમે તેને ઉકાળી લો. હવે તમારે તે પાણીમાં કપૂરને એડ કરી દો. હવે તમારા વાળમાં આ લગાવો. થોડા જ દિવસમાં તમારા વાળમાંથી ખોડો દૂર થઈ જશે.