January 5, 2025

આકાશદીપે સિક્સર ફટકારી તો વિરાટ ચોંકી ગયો, વીડિયો થયો વાયરલ

Virat Kohli Reaction On Akash Deep Six: ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ વચ્ચે ગાબામાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ રમાઈ રહી છે. ચોથા દિવસે આકાશદીપના પ્રદર્શનથી દરેક લોકો ચોંકી ગયા હતા. ઑસ્ટ્રેલિયાની પહેલી ઇનિંગ દરમિયાન આકાશ કંઈ કરવામાં સફળ રહ્યો ના હતો. એટલું જ નહીં રોહિત , શુભમન , વિરાટ , યશસ્વી કે પછી પંત પણ કંઈ ખાસ કરી શક્યા ના હતા. આકાશ જેવો બેટિંગ કરવા આવ્યો તેણે 31 બોલમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગા મારીને 27 રન બનાવ્યા હતા. તેણે એવી સિક્સ મારી કે વિરાટ તો જોતોને જોતો રહી ગયો. જેનો વીડિયો પણ સામે આવ્યો છે.

આ પણ વાંચો: આ યુવા ખેલાડી બની શકે છે RCBનો નવો કેપ્ટન

વીડિયો આવ્યો સામે
આકાશદીપે જે સિક્સર મારી તેનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે સિક્સર જેવી આકાશદીપે મારી વિરાટ જોતો ને જોતો રહી ગયો હતો. તેની સાથે ગૌતમ ગંભીર અને સ્ટાર બેટ્સમેન ડ્રેસિંગ રૂમની અંદર ખૂશ જોવા મળી રહ્યા હતા. લાંબી સિક્સ જોઈને કોહલી પણ ચોંકી જાય છે. રોહિત શર્માની સાથે વિરાટ અને ગંભીર પણ તેની સાથે જોવા મળી રહ્યા છે.