‘હવે ડોક્ટરો નહીં પણ ભૂવા કરશે સાજા…’, અમદાવાદ સિવિલ હોસ્પિટલના ICUમાં ભૂવાએ કરી વિધિ
Ahmedabad: રાજ્યમાં અંધશ્રદ્ધાનું જોર વઘી રહ્યું છે. હાલ એક એવી ઘટના સામે આવી છે જે જોઇને તમે પણ વિચારતા થઈ જશો. સોશિયલ મીડિયામાં અમૂક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમા ડોક્ટર નહીં પણ ભૂવાઓ ગંભીર બીમારી મટાડે છે. હવે ડોક્ટરો નહિ પણ ભૂવા સાજા કરશે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ભૂવાઓ રોગ મટાડવાનો વીડિયો વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે.
આ પણ વાંચો: કોંગ્રેસ નાટક કરી રહી છે… આંબેડકર મામલે કિરેન રિજિજુના કોંગ્રેસ પર પ્રહાર
મળતી માહિતી અનુસાર સિવિલ હોસ્પિટલના ICUનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં જઈ ભૂવાએ વિધિ કરી છે. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ડોક્ટરની દવાથી નહીં ભૂવાની વિધિથી દર્દી સાજા થયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જોકે, જડબેસલાક સિક્યોરિટી વચ્ચે ભૂવો ICU સુધી પહોંચ્યો કેવી રીતે તે એક સવાલ છે. પરંતુ વેન્ટિલેટર પર રહેલા દર્દીની ભૂવાએ વિધિ કરી છે. તેમજ વિધિ કર્યા બાદ દર્દી સાજા થઈ ઘરે પહોંચ્યા હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે.