December 19, 2024

જેતપુરમાં 44 જેટલા શાકભાજીના લારીઓ વાળાને ઓટલા આપવામાં આવ્યા, જયેશ રાદડિયા રહ્યા હાજર

Jetpur News Today: જેતપુર નગરપાલિકા દ્વારા રોડ પરના દબાણની કામગીરી ચાલી રહી છે. ગાંધીરોડ પર ઉભા રહેતા શાકભાજીની લારીઓ વાળાને વૈકલ્પિક જગ્યા આપવામાં આવી રહી છે. ટ્રાફિકને અડચણરૂપ શાકભાજીની લારીઓ વાળાને શાકભાજીના વૈકલ્પિક ઓટલા ફાળવવામાં આવી રહ્યા છે. નગરપાલિકા કચેરી ખાતે ધારાસભ્ય જયેશ રાદડિયાની હાજરીમાં વૈકલ્પિક વ્યવસ્થા તરીકે જગ્યા આપવામાં આવી છે.

આ પણ વાંચો: વટવા પોલીસે 3.60 કરોડથી વધુની કિંમતના હાઈબ્રીડ ગાંજા સાથે એક યુવકની કરી ધરપકડ

લારીઓ વાળાને ઓટલા આપ્યા
વૈકલ્પિક રીતે 44 જેટલા શાકભાજીના લારીઓ વાળાને ઓટલા આપવામાં આવ્યા છે. ગાંધી રોડ ઉપરથી શાકભાજીની લારીઓ વાળાને જગ્યા આપતા ટ્રાફિકની સમસ્યા દૂર થશે. નગરપાલિકાના ચીફ ઓફિસર,બીજેપ આગેવાનો સહિત ઉપસ્થિત રહ્યા હતા. પહેલા આ શાકભાજીના લારી વાળા રાજી થતા ના હતા. પરંતુ આખરે મનાવી લેવામાં આવ્યા અને તેમને જગ્યા ફાળવી દેવામાં આવી છે.