ખાવાની વાતમાં દાહોદમાં પુત્રએ કરી માતાની હત્યા
Dahod Crime: જનેતા સંતાનને જન્મ આપે છે ત્યારે કેટલી પીડાથી બાળકને જન્મ આપે છે. પરંતુ આજના સમયમાં એવા કિસ્સાઓ સાંભળ્યા છે કે જેને સાંભળીને કયારે પણ ભરોસો નહીં આવે કે આવું પણ થઈ શકે. ફરી વાર એવો જ કિસ્સો દાહોદમાં સામે આવ્યો છે. દાહોદ જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં માતા અને પુત્રને સર્મશાર કરતો કળિયુગી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. દાહોદ જિલ્લાના ખેડા મુકામે પુત્રે માતાની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.
મોતને ઘાટ ઉતારી દીધો
ખેડા ગામનો યુવાન વિજય બારીયા દાળ બાટીની હોટલમાં નોકરી કરતો હતો. ખાવાનો શોખીન પુત્ર જ્યારે પોતાના ઘરે આવ્યો ત્યારે માતા સુરતાબેન તેના પસંદનુ જમવાનું નહીં બનાવતા પુત્ર આક્રોશમાં આવી અને માતા સાથે માથાકૂટ કરવા લાગ્યો હતો. માથાકૂટ દરમિયાન ઘરમાં કોઈ નહીં હોવાથી પુત્રએ આક્રોશમાં આવી બાજુમાં મુકેલ લાકડાથી માં પર હુમલો કરી શરીર અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતારી દીધો હતો.
આ પણ વાંચો: મુખ્યમંત્રીએ આજે રાજ્યના તમામ કલેકટર અને DDO સાથે કરી બેઠક
આરોપીની ધરપકડ કરી
બનાવ સંદર્ભે જ્યારે પુત્ર માતાને મારતો હતો તે સમયે માતાની બૂમાબૂમથી બાજુમાં રહેતી યુવતીએ પરિવારને જાણ કરી હતી. પરંતુ જ્યાર સુધી પરિવાર ઘરે પહોંચે ત્યાં સુધી પુત્રએ માતાને મોતને ઘાટ ઉતારી દીધી હતી. બનાવ સંદર્ભે મરણજનારના કાકા સસરા દ્વારા પુત્ર વિજયને પકડી પાડયો હતો. લીમડી પોલીસને જાણ કરાતા પોલીસે પણ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.