ભોપાલમાં ITના દરોડાઃ જંગલમાં પાર્ક કરેલી કારમાંથી 52 કિલો સોનું, રૂ.15 કરોડ મળ્યા
IT Raids in Bhopal: મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં ઈન્કમ ટેક્સ વિભાગના દરોડામાં 52 કિલો સોનું અને 15 કરોડ રૂપિયાનો જથ્થો ઝડપાયો છે. ભોપાલ નજીક મેંદોરીના જંગલોમાં પાર્ક કરેલી કારમાંથી સોનું અને રોકડ જપ્ત કરવામાં આવી છે. આવકવેરા વિભાગ સાથે મળીને 100 પોલીસકર્મીઓની ટીમે દરોડા પાડીને મોટી માત્રામાં કાળું નાણું જપ્ત કર્યું હતું. જે કારમાંથી સોનું અને પૈસા મળી આવ્યા હતા તે જંગલમાં પાર્ક કરેલી કારની નંબર પ્લેટ પર RTO ટેગ હતું.
#WATCH | Madhya Pradesh | In a joint action by Bhopal Police and Income Tax, 52 kg of gold and bundles of money were found in an abandoned car in Bhopal during an IT raid. The car was found abandoned in the jungle of Mendori in the Ratibad area. Police and Income Tax are trying… pic.twitter.com/7KOoJ4AZBJ
— ANI (@ANI) December 20, 2024
મધ્યપ્રદેશમાં બે દિવસથી લોકાયુક્ત અને આવકવેરાના દરોડા ચાલુ છે. આવકવેરા વિભાગે 52 કિલો સોનું અને 15 કરોડ રૂપિયા પણ રિકવર કર્યા છે. બે દિવસ પહેલા આવકવેરા વિભાગે ભોપાલ અને ઈન્દોરમાં એક કન્સ્ટ્રક્શન કંપનીના 51 સ્થળો પર દરોડા પાડ્યા હતા. સફેદ રંગની ટોયોટા કારમાંથી સોનું અને રોકડ મળી આવી છે. આ કાર ગ્વાલિયરની છે અને તેને 2020માં ખરીદી હતી.
🚨🇮🇳BLOOD DIAMONDS IN BHOPAL: POLICE AND IT SEIZE ₹42 CRORE GOLD AND ₹10 CRORE CASH FROM ABANDONED CAR
🔹JOINT RAID: Bhopal Police and Income Tax Department uncover 52 kg of gold and ₹10 crore in cash.
🔹WHERE: The abandoned car was discovered in the Mendori jungle, Ratibad… pic.twitter.com/7nBEER9o6o
— Info Room (@InfoR00M) December 20, 2024
ટ્રાન્સપોર્ટ વિભાગના પૂર્વ કોન્સ્ટેબલના ઘરમાંથી કરોડો રૂપિયા મળી આવ્યા હતા
લોકાયુકત પોલીસે ગુરુવારે મધ્યપ્રદેશ પરિવહન વિભાગના ભૂતપૂર્વ કોન્સ્ટેબલના ઘરેથી રૂ. 2.85 કરોડની રોકડ સહિત રૂ. 3 કરોડથી વધુની સંપત્તિ રિકવર કરી છે. નાયબ પોલીસ અધિક્ષક (ડીએસપી) વીરેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે અહીંની પોશ અરેરા કોલોનીમાં પૂર્વ કોન્સ્ટેબલ સૌરભ શર્માની બે મિલકતો પર સવારે દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડામાં રોકડ ઉપરાંત 50 લાખની કિંમતનું સોનું અને કેટલીક ચાંદી પણ જપ્ત કરવામાં આવી હતી. ડીએસપીએ કહ્યું હતું કે મિલકતો સાથે સંબંધિત દસ્તાવેજો પણ મળી આવ્યા છે અને તેની તપાસ કરવામાં આવી રહી છે. જોકે, સૌરભ શર્માનો પત્તો લાગ્યો ન હતો.
સૌરભે કર્યો મોટો ખુલાસો
સૂત્રોના જણાવ્યા અનુસાર શર્માએ લગભગ એક વર્ષ પહેલા સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આ પછી જંગલમાં એક કારમાંથી આટલી મોટી રકમ મળી આવી હતી અને કારમાં RTO પ્લેટ હતી. આવી સ્થિતિમાં જો સૌરભ શર્માની ધરપકડ થાય તો મોટા ખુલાસા થઈ શકે છે.