January 2, 2025

બાપુનગરમાં આતંક મચાવનારા આરોપીઓનાં ઘર પર બુલડોઝર ફર્યું

અમદાવાદઃ બાપુનગરમાં આતંક મચાવનારા આરોપીઓના ઘર પર બુલડોઝર ફેરવવામાં આવ્યા છે. 2 દિવસ પહેલાં ખુલ્લી તલવારો સાથે તેમણે આતંક મચાવ્યો હતો.

બાપુનગરના કોર્પોરેટર પ્રકાશ ગુર્જરે કમિશનરને પત્ર લખી આરોપીઓનાં ગેરકાયદે વસવાટ અંગે જાણ કરી હતી. મોટી સંખ્યામાં પોલીસને સાથે રાખી અમદાવાદ મહાનગરપાલિકાએ આરોપીઓનાં ઘર પર બુલડોઝર ફેરવ્યું હતું. ડિમોલેશનની કામગીરીના ડ્રોન વીડિયો સામે આવ્યા છે.

અકબરનગર છાપરાનાં લોકોને અન્ય જગ્યા પર મકાન ફાળવી દેવામાં આવ્યા છે. તે છતાં આરોપીઓ અહીં વસવાટ કરતા હતા. ત્યારે ગેરકાયદેસર રીતે અહીં રહેતા લોકોનાં મકાનો પર બુલડોઝર ફેરવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, 2019માં અકબરનગર છાપરાના વિસ્તારમાં મકાન બાબતે સરવે થઈ ગયો હતો.