January 4, 2025

ઉત્તર પ્રદેશઃ મહિલાએ લિંગ બદલીને પુરુષ બની, પછી મહિલા પ્રેમી સાથે કર્યા લગ્ન

Transgender marriage: ઉત્તર પ્રદેશમાં એક 32 વર્ષીય મહિલાએ લિંગ પરિવર્તનની સર્જરી કરી પુરુષ બની મહિલા પ્રેમી સાથે લગ્ન કરી લીધા. શિવાંગી, જેને રાનુ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે જન્મથી એક મહિલા હતી, પરંતુ 25 વર્ષની જ્યોતિ સાથે પ્રેમમાં પડી હતી.

તેમનો પ્રેમ ચાર વર્ષ પહેલા જ્યારે જ્વેલરીની દુકાન પર જતાં ત્યારથી જ જ્યોતિ અને શિવાંગીની પ્રેમ કહાની શરૂ થઇ હતી. ત્યાર બાદ, જ્યોતિએ શિવાંગીના ઘરે બ્યુટી પાર્લર ખોલ્યું અને તેમના સંબંધો વધુ મજબૂત થતાં તેઓએ એકબીજા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. તે બંને મહિલા હોવાથી શિવાંગીએ તેનું લિંગ બદલવાનું નક્કી કર્યું.

પરિવારના એક સભ્યએ જણાવ્યું કે, ‘તેણીએ ઓનલાઈન પ્રક્રિયા વિશે તપાસ કરી, દિલ્હીમાં નિષ્ણાત ડૉક્ટરની સલાહ લીધી અને ત્રણ સર્જરી કરાવી. હજુ એક અંતિમ પ્રક્રિયા બાકી છે, પરંતુ રાનુ (શિવાંગી) અત્યારથી જ એક પુરુષ તરીકે પોતાનું જીવન જીવવાનું શરૂ કરી દીધું છે. સંબંધીએ જણાવ્યું હતું કે બંને પરિવારોએ દંપતીના નિર્ણયને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું અને લગ્નમાં હાજરી આપી હતી.

આ સ્ટોરી ન્યૂઝ કેપિટલ સ્ટાફ દ્વારા સંપાદિત કરવામાં આવી નથી, તેને સિન્ડિકેટ ફીડમાંથી પ્રકાશિત કરવામાં આવી છે.