December 22, 2024

ઉત્તરાયણ પહેલાં LCBએ ચાઈનીઝ દોરીનો વેપાર કરનારા સાથે 2 શખ્સોને ઝડપી પાડ્યા

Surendranagar: ઉત્તરાયણને આડે હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં લોકો તેનો ઉપયોગ કરી રહ્યા છે. સુરેન્દ્રનગરના પાટડીમાં આદરીયાણા ગામમાંથી ચાઈનીઝ દોરીનો વેપાર કરનાઓ ઝડપાયા છે. LCBએ ચાઈનીઝ દોરી સાથે 2 શખ્સોને ઝડપી પાડ્યા છે.

મળતી માહિતી અનુસાર ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં લોકો તેનો ઉપયોગ કરી રહ્યા છે.  આદરીયાણા ગામમાં ચાઈનીઝ દોરી ખરીદનાર અને વેચનાર ઝડપાયા છે. એલસીબીની ટીમે કુલ 19,200 નો મુદ્દા માલ જપ્ત કર્યો છે. ઝિંઝુવાડા પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: સાબરમતી વિસ્તારમાં પાર્સલ બોમ્બનો મામલો, મુખ્ય આરોપી સાથે અન્ય એકની ધરપકડ