News 360
January 4, 2025
Breaking News

ઝઘડિયા બાળકી સાથે બનેલી ઘટના ખુબ જ શરમજનક અને નિંદનીય છે: શક્તિસિંહ ગોહિલ

Bharuch: ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટનાને લઈને રાજ્યભરમાં લોકોમાં રોષનો માહોલ છે. ત્યારે હવે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહે બાળકીની ખબર લેવા હોસ્પિટલ પહોંચ્યા હતા. જે બાદ રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે, ઝઘડિયા બાળકી સાથે બનેલી ઘટના ખુબ જ શરમજનક અને નિંદનીય છે. હું બાળકીના પરિવારને મળ્યો. બાળકી હાલ વેન્ટિલેટર પર છે.

મળતી માહિતી અનુસાર રાજ્યસભાના સાંસદ શક્તિસિંહે ભરૂચમાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટનાને લઈને હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જે બાદ તેમણે બાળકીને લઈને પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું છે કે, ડોકટરની ટીમ દ્વારા બાળકીને બચાવવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. તેમજ કોઈ આર્થિક રકમ આનું વળતર ન હોય શકે. ગુજરાત સરકારના કોઈ પણ મંત્રી કે મુખ્યમંત્રી દીકરીના પરિવારને મળવા આવ્યા નથી. આ સમય પરિવાર સાથે ઉભા રહેવાનો છે , રાજકારણ કરવાનો નહી. એક વર્ષમાં 169 બાળકીઓ પર આપણા ગુજરાતમાં આવી ઘટના બને છે.

આ પણ વાંચો: કકડતી ઠંડી વચ્ચે વાતાવરણમાં પલટો, રાજ્યમાં બે દિવસ માવઠાની આગાહી

શક્તિસિંહ ગોહિલે બીજેપી પર નિશાન સાધતા જણાવ્યું કે, કોંગ્રેસની સરકારમાં સીધા ગુનેગારોને પક્ષમાં લેવામાં નહોતા આવતા. ભાજપ આવા ગુનેગારોને સાથ લેવાને લીધે કાયદો વ્યવસ્થા બગડી રહી છે. સરકારે આ મામલે ચિંતન કરવું જોઈએ.