December 23, 2024

PM નરેન્દ્ર મોદીને કુવૈતનો સર્વોચ્ચ એવોર્ડ ‘ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર’ એનાયત

Narendra Modi:PM નરેન્દ્ર મોદીને કુવૈતનો સર્વોચ્ચ એવોર્ડ ‘ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર’ એનાયત કરવામાં આવ્યો છે. આ એવોર્ડ રાજ્યના વડાઓ અને વિદેશી શાહી પરિવારોના સભ્યોને મિત્રતાના સંકેત તરીકે આપવામાં આવે છે. આ અગાઉ બિલ ક્લિન્ટન, પ્રિન્સ ચાર્લ્સ અને જ્યોર્જ બુશ જેવા વિદેશી નેતાઓને એનાયત કરવામાં આવ્યો છે. આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળનારું 20મું સર્વોચ્ચ નાગરિક સન્માન છે. આ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગયાના, રશિયા સહિતના દેશોએ સર્વોચ્ચ નાગરિક સન્માન આપ્યું છે.

આ પણ વાંચો: પીએમ મોદીએ આર અશ્વિનની નિવૃત્તિ પર લખ્યો ભાવનાત્મક પત્ર

ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું
નરેન્દ્ર મોદીની કુવૈત મુલાકાતના છેલ્લા દિવસે તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું છે. કુવૈતના અમીર શેખ મેશાલ-અલ-અહમદ અલ-જાબેર અલ-સાફાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. 43 વર્ષ પછી કોઈપણ ભારતીય વડાપ્રધાનની પ્રથમ મુલાકાત છે. આજે તેમના પ્રવાસનો છેલ્લો દિવસ છે. અમીર શેખ મેશાલ અલ-અહમદ અલ-જાબેર અલ-સબાહના આમંત્રણ પર કુવૈત ગયા છે.