નાસ્તામાં બનાવો ચણાની ચાટ, આ રહી સરળ રીત
Chaat Recipe: શિયાળામાં વારે વારે ભૂખ લાગી જતી હોય છે. ત્યારે આજે અમે તમારા માટે કાબુલી ચણાની ચાટ લઈને આવ્યા છીએ. આ ખાવાથી તમારા હાડકાં મજબૂત થશે. તેની સાથે બ્લડપ્રેશર કંટ્રોલ થશે તો પાચનક્રિયા પણ સુધરી જશે. આવો જાણીએ કાબુલી ચણા ચાટ કેવી રીતે બનાવી શકાય.
ચણા ચાટ માટેની સામગ્રી:
2 ટામેટાં, ધાણાજીરું, મરચું, લીલી ચટણી, આમલીની ચટણી, બાફેલા ચણા – 1 કપ, બાફેલા બટાકા – 2, 1 ડુંગળી, દાડમના દાણા, ચાટ મસાલો, દહીં, પાપડી, સેવ નમકીન અને શેકેલું જીરું પાવડર.
આ પણ વાંચો: પ્લમ કેક વિના નાતાલનો તહેવાર છે અધૂરો, બનાવો આ સરળ રીતે
કાબુલી ચણા ચાટ કેવી રીતે બનાવવી:
સ્ટેપ 1: કાબુલી ચણા ચાટ બનાવવા ખૂબ સરળ છે. એક કપ ચણા લેવાના રહેશે. હવે તમારે તેમાં બાફેલા બટાકા નાંખવાના રહેશે.
સ્ટેપ 2: હવે એક મોટા બાઉલમાં તમારે ચણા અને બટાકા ઉમેરો. હવે તમારે ધાણાજીરું, મરચું, લીલી ચટણી,આમલીની ચટણી, ડુંગળી, 2 ટામેટાં, દાડમના દાણા, ચાટ મસાલો, દહીં, પાપડી, સેવ નમકીન નાંખવાનું રહેશે. હવે તમારે તેમાં શેકેલું જીરું પાવડર નાંખવાનું રહેશે.
સ્ટેપ 3: આ તમામને સારી રીતે મિક્સ કરી દો. ચણા ચાટને દાડમના દાણા નાંખો. ઉપરથી લીલા ધાણા નાંખો.