ગાઝામાં ફરી મોતનું તાંડવ, ઈઝરાયલના હવાઈ હુમલામાં 22 લોકોના મોત
GAZA: ગાઝા પટ્ટીમાં ઈઝરાયલના હુમલામાં પાંચ બાળકો સહિત ઓછામાં ઓછા 22 લોકો માર્યા ગયા હતા. ઈઝરાયલી સત્તાવાળાઓએ કેથોલિક ચર્ચના પાદરી કાર્ડિનલ પિઅરબેટિસ્ટા પિઝાબાલ્લાને ગાઝામાં પ્રવેશવા અને વિસ્તારના ખ્રિસ્તી સમુદાયના સભ્યો સાથે પૂર્વ-નાતાલની પ્રાર્થના સભા યોજવાની મંજૂરી આપી. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ગાઝા શહેરમાં વિસ્થાપિત વ્યક્તિઓ પરના હુમલામાં ત્રણ બાળકો સહિત ઓછામાં ઓછા આઠ લોકો માર્યા ગયા હતા. ઈઝરાયલની સેનાએ કહ્યું કે તેણે ત્યાં આશરો લઈ રહેલા હમાસના આતંકવાદીઓને નિશાન બનાવ્યા છે.
અલ-અક્સા શહીદ હોસ્પિટલના જણાવ્યા અનુસાર, શનિવારે મોડી રાત્રે દેર અલ-બાલાહમાં એક ઘર પર થયેલા હુમલામાં ત્રણ મહિલાઓ અને બે બાળકો સહિત આઠ લોકો માર્યા ગયા હતા. અલગ-અલગ હુમલામાં વધુ છ લોકોના મોત થયા હતા. હમાસ સાથે યુદ્ધ શરૂ થયું ત્યારથી ઈઝરાયલ ગાઝામાં રોજેરોજ હુમલા કરી રહ્યું છે. ઈઝરાયલનું કહેવું છે કે તે માત્ર આતંકવાદીઓને જ નિશાન બનાવે છે. પરંતુ બોમ્બ વિસ્ફોટોમાં ઘણીવાર મહિલાઓ અને બાળકો માર્યા જાય છે.
આ પણ વાંચો: સત્તા જોઈતી હતી તો… મોહન ભાગવતની સલાહ પર ભડક્યા શંકરાચાર્ય