December 23, 2024

વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં કરાયા દાખલ

Vinod Kambli: ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત ખરાબ થઈ હોવાનું સામે આવ્યું છે. થાણેની પ્રગતિ હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા છે. હાલ ડોકટરો તેની તપાસ કરી રહ્યા છે અને જરૂરી ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: BSNLના ગ્રાહકોને હવે મોજ, 13 મહિનાના રિચાર્જમાં મળશે આ લાભ

જોરદાર પ્રદર્શન કર્યું
વિનોદ કાંબલીએ વર્ષ 1991માં ભારતીય ટીમ માટે વનડેમાં ડેબ્યૂ કરતા જોવા મળ્યા હતા. વર્ષ 1993 માં ટીમ ઇન્ડિયા માટે ડેબ્યૂ કર્યું હતું. જેમાં તેમણે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તમને જણાવી દઈએ કે ભારત માટે સૌથી ઝડપી 1000 ટેસ્ટ રન બનાવનાર બેટ્સમેન હતો. કાંબલીએ ભારતીય ટીમ માટે 17 ટેસ્ટ મેચ રમી છે. જેમાં તેણે 1084 રન બનાવ્યા છે. વર્ષ 2000માં તેનું ખૂબ જ ખરાબ પ્રદર્શન જોવા મળ્યું હતું. આ પછી તેને ટીમ ઈન્ડિયામાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. ટીમ ઈન્ડિયામાં તેની છેલ્લી વનડે મેચ વર્ષ 2000માં શ્રીલંકા સામે હતી. હાલ તેમની સારવાર ચાલી રહી છે.