December 24, 2024

આ ખેલાડીને અશ્વિનના સ્થાને મળશે એન્ટ્રી?

IND vs AUS: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. સિરીઝ મેચ ડ્રોમાં પુર્ણ થઈ હતી. આ મેચ પુર્ણ થતાની સાથે જ આર અશ્વિને નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી. ટીમ ઈન્ડિયા માટે આ મોટો ફટકો કહી શકાય. તેમના ચાહકોમાં પણ ચોક્કસ નિરાશા જોવા મળી હશે. ટીમ ઈન્ડિયામાં આર અશ્વિનની ખોટ કદાચ કોઈ પુરી નહીં કરી શકે. આ વચ્ચે હવે અહેવાલ મળી રહ્યા છે કે આર અશ્વિનના સ્થાન પર કોઈ ખેલાડીનો સમાવેશ કરવામાં આવી શકે છે. જે નામ ચર્ચામાં છે તે ખેલાડીનું નામ તનુષ કોટિયન છે.

આ પણ વાંચો: જાના થા જાપાન પહોંચે ચીન, રસ્તો ભૂલી ગઈ વંદેભારત, 90 મિનિટ લેટ

કોણ છે આ ખેલાડી?
અશ્વિનના નિવૃત્તિના નિર્ણયને કારણે ટીમ ઈન્ડિયાની ટીમમાં ફેરફાર ચોક્કસ થશે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી મેચમાં તનુષ કોટિયનને સામેલ કરવામાં આવશે. તનુષ કોટિયનને ટીમ ઈન્ડિયાને પહેલી વાર કોલ આવ્યો હતો. આવતીકાલે તે ઓસ્ટ્રેલિયા જવા રવાના થશે. હાલમાં તે મુંબઈની ટીમ માટે વિજય હજારે ટ્રોફીમાં ભાગ લઈ રહ્યો છે. તનુષ કોટિયનની કારકિર્દીની વાત કરવામાં આવે તો તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 33 મેચમાં 101 વિકેટની સાથે 1525 રન બનાવ્યા છે.