થલતેજના ટાઇટેનિયમ બિલ્ડિંગ લાગેલી વિકરાળ આગ પર કાબૂ મેળવ્યો
Ahmedabad: થલતેજ વિસ્તારમાં આવેલા ટાઇટેનિયમ સ્ક્વેર બિલ્ડિંગના 10માં માળે આજે વહેલી સવારે વિકરાળ આગ લાગી હતી. આ આગ એટલી ભયાવહ હતી કે તેને ઓલવવા માટે ફાયરની 16 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. જોકે, હાલ આગ પર કાબૂ મેળવી લીધો છે. 10મા માળે લાગેલી આગ ત્રણ માળ સુધી પ્રસરી હતી. બિલ્ડીંગના 9,10 અને 11 માં માળ સુધી આગ પ્રસરી હતી.
મળતી માહિતી અનુસાર વહેલી સવારે 4.30 આગનો ફાયર કોલ મળ્યો હતો. પ્રથમ થલતેજ અને પ્રહલાદનગર ફાયર વિભાગે પ્રયાસ કર્યા હતા. પરંતુ આગ ભીષણ હોવાથી બોડકદેવ, જમાલપુર, નવરંગપુરાની ટીમ પણ પહોંચી હતી. શાહપુર, મણિનગરના ફાયર વિભાગની ટીમની પણ મદદ લેવાઈ હતી. ફાયર વિભાગના 50 થી વધુ કર્મચારીઓએ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. કુલ 16 ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી.+
આ પણ વાંચો: ફરી ધ્રુજી કચ્છની ધરા, દુધઈમાં 2.6ની તીવ્રતાના ભૂકંપના આચંકા