દાંતીવાડામાંથી ઝડપાયા 3 બોગસ ડોક્ટર, ડિગ્રી વગર કરી રહ્યા હતા પ્રેક્ટિસ
Dantiwada: દાંતીવાડાના ઓઢવા અને ડેરી ગામમાં ત્રણ બોગસ ડોક્ટરો ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. મહેશ પરમાર, હિતેશ રબારી અને સાગર વિશ્વાસ ડિગ્રી વગર કરતા પ્રેક્ટિસ કરતા હોવાનું સામે આવ્યું છે. ત્રણેય બોગ્ગસ ડોક્ટર કોઈ મેડિકલ ડિગ્રી નથી છતાં પ્રેક્ટિસ કરી રહ્યા હતા.
મળતી માહિતી અનુસાર છેલ્લા કેટલાક દિવસથી બોગસ ડોક્ટરો ઝડપાઈ રહ્યા છે.ત્યારે આજે ફરી દાંતીવાડાના ઓઢવા અને ડેરી ગામમાં ત્રણ બોગસ ડોક્ટરો ઝડપાયા છે. જેઓ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા હતા. એલીપીથિક દવા અને દર્દીઓને ઇન્જેક્શન બાટલા ચડાવી હાઇડ્રોજનની દવા અપાતી હતી. ડિગ્રી ન હોવા છતાં ગેરકાયદેસર રીતે દર્દીઓને બોટલ ચડાવી અને દવા આપી રહ્યા હતા. ઓઢવા ગામનો મહેશ પરમાર માત્ર 12 ધોરણ પાસ છે અને એક વર્ષથી પ્રેક્ટિસ કરી રહ્યો હતો. સરકારી પેટા આરોગ્ય કેન્દ્રની બાજુમાં જ બોગસ ડોક્ટર પ્રેક્ટિસ કરી રહ્યા હતા. જોકે, હાલ આરોગ્ય વિભાગે તપાસના આદેશ આપ્યા છે.
આ પણ વાંચો: લખનૌમાં બેન્કના 42 લોકર તોડ્યા… 48 કલાકમાં બે આરોપી ઠાર, 2 ફરાર