હત્યારા ભૂવાએ કરી હતી માતા-પિતા અને દીકરીની હત્યા… મોત બાદ થયો ખુલાસો
Ahmedabad: અમદાવાદના હત્યારા ભુવા નવલસિંહનો મામલે વધુ એક ખુલાસો થયો છે. નવલસિંહ ભુવાએ સુરેન્દ્રનગરના ત્રણ વ્યક્તિઓની હત્યા કરી હતી. જેમા દિપેશભાઈ પાટડિયા, માતા પ્રફુલાબેન, બહેન ઉત્સવીની હત્યા કરી હતી. જે મામલે બી ડિવિઝન પોલીસમાં મથકે ફરિયાદ નોંધવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર નવલસિંહે તાંત્રિક વિધિમાં માતા-પિતા અને પુત્રીની હત્યા કરી હતી. હત્યા બાદ દુધરેજ નર્મદા કેનાલમાં ત્રણેયની લાશ ફેંકી દેવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ તપાસમાં કોઈપણ કડી ન મળી હતી. પરંતુ હવે નવલસિંહ ભુવાનો લોકેશન તેની આસપાસ હોવાનું ખુલવા પામ્યું હતું. જે બાદ આજે મૂર્તકના પુત્ર ભાવિકે બી ડિવિઝન પોલીસ મથકે નવલસિંહ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાવ્યો છે.
આ પણ વાંચો: દિલ્હી હાઈકોર્ટનો મોટો નિર્ણય, પ્રાઈવેટ અને સરકારી હોસ્પિટલોને યૌન અપરાધ પીડિતોને મફત સારવાર આપવાનો આદેશ