December 26, 2024

મેલબોર્ન ટેસ્ટમાં પ્રથમ દિવસે કેવું રહેશે હવામાન? જાણો

IND vs AUS: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોક્સિંગ-ડે ટેસ્ટ મેચ 26મી ડિસેમ્બરથી મેલબોર્નના મેદાનમાં શરૂ થવાની છે. હવે આ મેચ પહેલા ચર્ચા એ છે કે હવામાન કેવું રહેશે. આવો જાણીએ વરસાદની શક્યતા કેટલી છે.

આ પણ વાંચો: જાના થા જાપાન પહોંચે ચીન, રસ્તો ભૂલી ગઈ વંદેભારત, 90 મિનિટ લેટ

આકરી ગરમીનો સામનો
ટેસ્ટ મેચના પહેલા દિવસે મેલબોર્નના હવામાન જો વાત કરવામાં આવે તો ગરમી રહેવાની શક્યતા છે. જેના કારણે ફિલ્ડિંગ કરવું સહેલું નથી. તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. 28 કિલોમીટર પ્રતિ કલાકની પવન ફૂંકાઈ શકે છે. વરસાદની શક્યતાઓ 25 ટકા છે. 27મી ડિસેમ્બરે મહત્તમ તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે. 29 અને 30 ડિસેમ્બરે પણ મહત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે. વરસાદની સંભાવનાઓ 60 ટકા આસપાસ રહેવાનો અંદાજ છે.