સાબર ડેરીના બોઇલરમાં ગેસ ગળતરથી એકનું મોત, ચાર ઘાયલ
સાબરકાંઠાઃ સાબર ડેરીમાં દૈનિક કામગીરી દરમિયાન બોઇલરનો ગેસ લીકેજ થવાની ઘટના સામે આવી છે. જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. જ્યારે અન્ય ચાર વ્યક્તિ ઘાયલ થયા છે.
મળતી માહિતી પ્રમાણે, અચાનક બોઇલરમાંથી ગેસ લીકેજ થતા અફરાતફરીનો મચી ગઈ હતી. જેમાં ગૂંગળામણને કારણે 25 વર્ષીય ક્રિપાલસિંહ મકવાણાનું મોત નીપજ્યું છે. તેની સાથે 4 જેટલા વ્યક્તિ પણ ઘાયલ થયા છે. હાલ તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ ઉપરાંત ઘટનાની જાણ થતા જ સાબર ડેરીના અધિકારીઓ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. આ ઉપરાંત ઇજાગ્રસ્ત વ્યક્તિઓના પરિવારજનો પણ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. એક વ્યક્તિનું મોત થતા પરિવારજનોએ આક્રંદ મચાવ્યું હતું.