December 28, 2024

BZ ગ્રુપ કૌભાંડ મામલે CID ક્રાઇમ દ્વારા CAની અટકાયત

સાબરકાંઠાઃ BZ ગ્રુપ કૌભાંડ મામલે CIDની રેડ યથાવત છે. ત્યારે આજે ગ્રુપના CAની અટકાયત કરવામાં આવી છે. CA ઋષિત મહેતાની અટકાયત કરવામાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે, CID ક્રાઇમની ટીમે BZ એજ્યુકેશન ગ્રુપના એજ્યુકેશન કેમ્પસમાંથી ચાર્ટડ એકાઉન્ટન્ટની ધરપકડ કરવામાં આવી છે. ઋષિત મહેતાની અટકાયત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે આ મામલે ત્રણ કર્મચારીઓની અટકાયત કરી હતી.

છેલ્લા એક અઠવાડિયાથી CID ક્રાઇમ આ મામલે વ્યાપક કામગીરી કરી રહી છે. પરંતુ હજુ સુધી મુખ્ય આરોપી ભૂપેન્દ્ર સિંહ ઝાલા પોલીસ પહોંચથી દૂર છે. ફરિયાદના 34મા દિવસે પણ CID ક્રાઇમ બ્રાન્ચના સાબરકાંઠામાં ધામા છે. ત્યારે આગામી સમયમાં વધુ ખુલાસાઓ થાય તેવી સંભાવના છે.