December 29, 2024

ભૂપેન્દ્ર સિંહ ઝાલાને આશરો આપનાર કિરણસિંહ ઝાલાની પૂછપરછ, થશે અનેક ખુલાસા

Bhupendra Singh Zala: CID ક્રાઈમે ભુપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ બાદ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાની ત્રણ કલાક કરતા વધુ પૂછપરછ કરી છે. આ સિવાય ભુપેન્દ્રસિંહ ઝાલાને આશરો આપનારની પણ અટકાયત કરી છે. હાલ ફાર્મ હાઉસના માલિક કિરણસિંહ ઝાલાની પૂછપરછ કરવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર ભુપેન્દ્રસિંહ ઝાલા કિરણસિંહ ઝાલાના ફાર્મ હાઉસમાં રોકાયો હતો.

ભાગેડુ ભૂપેન્દ્ર સિંહ ઝાલાની ગઈકાલે ધરપકડ બાદ પૂછપરછ કરવામાં આવી રહી છે. ત્યારે હવે ભૂપેન્દ્ર સિંહ ઝાલા જ્યાં રોકાયો હતો. તેના માલિક કિરણસિંહ ઝાલાની પણ મોડી રાતથી પૂછપરછ કરવામાં આવી રહી છે. ભુપેન્દ્ર ઝાલાની ઘરપડક કર્યા બાદ તેનું મેડિકલ ચેકઅપ કરાવાયું છે. મોડી રાતે ગાંધીનગર સિવિલમાં મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: કેટલાક વિસ્તારમાં ભારે પવન સાથે પડશે કરા, રાજ્યમાં કરાઈ વરસાદની આગાહી