December 31, 2024

ચેસ ચેમ્પિયન ડી ગુકેશે કરી PM મોદી સાથે મુલાકાત, વર્લ્ડ ચેસ ચેમ્પિયન બનવા બદલ અભિનંદન પાઠવ્યા

PM Modi-D Gukesh: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ભારતીય ગ્રાન્ડમાસ્ટર ડી ગુકેશ સાથે મુલાકાત કરી અને તેમને વિશ્વ ચેસ ચેમ્પિયનશિપનો ખિતાબ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા. આ દરમિયાન ગુકેશના માતા-પિતા પણ હાજર હતા. નોંધનીય છે કે, આ જ મહિનામાં ગુકેશે વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપના 14મા અને અંતિમ રાઉન્ડમાં ચીનના ડિંગ લિરેનને હરાવીને ટાઈટલ જીત્યું હતું. લિરેનને હરાવીને તે સૌથી યુવા વિશ્વ ચેસ ચેમ્પિયન બન્યો. 18 વર્ષની ઉંમરે તેણે ઈતિહાસ રચ્યો.

ગુકેશે પીએમને આપી ખાસ ભેટ
પીએમ આવાસ પર આયોજિત આ મીટિંગ દરમિયાન ગુકેશે પીએમ મોદીને એક ખાસ ભેટ પણ આપી હતી. તેમણે પીએમને ચેસ બોર્ડ ભેટમાં આપ્યું. આ તસવીર શેર કરતી વખતે પીએમએ પોતાના એક્સ હેન્ડલ પર લખ્યું- ગુકેશ તરફથી જે રમતમાં તે જીત્યો હતો તેનું અસલ ચેસ બોર્ડ મેળવીને મને પણ ખૂબ આનંદ થયો. ચેસબોર્ડ, જેના પર ગુકેશ અને ડીંગ લિરેન બંનેએ સહી કરી છે, જે એક અમૂલ્ય સ્મૃતિ છે.