January 3, 2025

બુમરાહે ટેસ્ટમાં વિકેટની બેવડી સદી પૂરી કરી, તોડ્યા અનેક રેકોર્ડ

Jasprit Bumrah Completed 200 Test Wickets: જસપ્રીત બુમરાહ ટેસ્ટ ક્રિકેટમાં તેની 200 વિકેટ પૂરી કરવામાં સફળ થયો છે. આવું કરતાની સાથે તે ક્રિકેટમાં વિકેટની બેવડી સદી પૂરી કરનાર છઠ્ઠો ભારતીય ઝડપી બોલર બની ગયો છે.

200 ટેસ્ટ વિકેટ લેનાર પ્રથમ બોલર
બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં જસપ્રીત બુમરાહનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે. ટ્રેવિસ હેડની વિકેટ લેતાની સાથે જ તે તેની ટેસ્ટ કારકિર્દીની 200મી વિકેટ લીધી હતી. ઓછી સરેરાશથી તે 200 વિકેટ લેનારો બોલર બની ગયો છે. 200મી ટેસ્ટ વિકેટ લીધી ત્યારે તેની બોલિંગ એવરેજ માત્ર 19.56 હતી. આવું કરતાની સાથે તેણે જયોલ ગાર્નરનો પણ રેકોર્ડ તોંડી નાંખ્યો છે.

ટેસ્ટમાં સૌથી ઓછી એવરેજ સાથે 200 વિકેટ પૂરી કરનાર બોલરો
જસપ્રીત બુમરાહ – 19.56ની સરેરાશ
જયોલ ગાર્નર – સરેરાશ 20.34
શોન પોલોક – સરેરાશ 20.39
વકાર યુનિસ – 20.61 ની સરેરાશ

આ પણ વાંચો: BZ ગ્રુપમાં કરોડોનું રોકાણ કરાવનાર એજન્ટોના ફોટોગ્રાફ થયા વાયરલ

ટેસ્ટમાં સૌથી ઓછા બોલમાં 200 વિકેટ ઝડપનાર બોલરો
જસપ્રીત બુમરાહ (ભારત) – 8484 બોલ
વકાર યુનુસ (પાકિસ્તાન) – 7725 બોલ
ડેલ સ્ટેન (દક્ષિણ આફ્રિકા) – 7848 બોલ
કાગીસો રબાડા (દક્ષિણ આફ્રિકા) – 8153 બોલ