January 4, 2025

આ વર્ષે આ દિગ્ગજ ખેલાડીઓએ ક્રિકેટને કહ્યું અલવિદા, સૌથી વધુ ચર્ચા ભારતીય પ્લેયર્સની

Year Ender 2024 Cricketers Retire This Year: ક્રિકેટને મોટા ભાગના લોકો પસંદ કરે છે. આ વર્ષના ઘણા ખેલાડીઓએ પોતાના પ્રદર્શનથી તેમના ચાહકોને ખુશ કર્યા હતા. ઘણા ખેલાડીઓ એવા પણ છે જેણે તેના ચાહકોને નિરાશ કર્યા છે. કારણ કે તેમણે નિવૃત્તની જાહેરાત કરી દીધી છે. આ વર્ષમાં 28 ખેલાડીઓ એવા છે જેણે નિવૃત્તી લઈ લીધી છે. આ યાદીમાં રોહિતથી લઈને વિરાટ સુધીના ઘણા એવા ખેલાડીઓનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: આ વર્ષે લોકોએ એલેક્સાને કેવા સવાલ કર્યા? આ રહ્યું લીસ્ટ

આ 28 ખેલાડીઓ જે 2024માં નિવૃત્ત થયા

  1. રવિન્દ્ર જાડેજા- ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પણ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તની જાહેરાત કરી દીધી છે.
  2. વિરાટ કોહલી- વિરાટ કોહલીએ આ વર્ષે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે.
  3. રોહિત શર્મા- ભારતીય કેપ્ટન રોહિત શર્માએ આ વર્ષે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે.
  4. દિનેશ કાર્તિક- કાર્તિકે પણ ત્રણેય ફોર્મેટને અલવિદા કહી દીધું.
  5. સૌરભ તિવારી- ભારતના સૌરભ તિવારીએ ત્રણેય ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી
  6. હેનરિક ક્લાસેન- દક્ષિણ આફ્રિકાના હેનરિક ક્લાસને 2024માં ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધું
  7. ડીન એલ્ગર- દક્ષિણ આફ્રિકાના ડીન એલ્ગરે આ વર્ષે ક્રિકેટના ત્રણેય ફોર્મેટને અલવિદા કહી દીધું.
  8. ડેવિડ વોર્નર- ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નરે ક્રિકેટના ત્રણેય ફોર્મેટને અલવિદા કહી દીધું.
  9. મોહમ્મદ આમિર- પાકિસ્તાન મોહમ્મદ આમિરે ત્રણેય ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી
  10. બરિન્દર સરન- ભારતના બરિન્દર સરને ત્રણેય ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે
  11. મહમુદુલ્લાહ- બાંગ્લાદેશના મહમુદુલ્લાએ T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લઈ લીધી છે.
  12. શાકિબ અલ હસન- બાંગ્લાદેશના ઓલરાઉન્ડર શાકિબ અલ હસને ટેસ્ટ અને ટી-20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે.
  13. મોઈન અલી- ઈંગ્લેન્ડના મોઈન અલીએ ત્રણેય ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે.
  14. સિબ્રાન્ડ એન્જેલબ્રેચટ- નેધરલેન્ડના સિબ્રાન્ડ એન્જેલબ્રેચટએ ત્રણેય ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે.
  15. શિખર ધવન- ભારતીય બેટ્સમેન શિખર ધવને ત્રણેય ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે.
  16. ઇમાદ વસીમ- પાકિસ્તાનનો સ્ટાર ઓલરાઉન્ડર ઇમાદ વસીમ ત્રણેય ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે.
  17. મોહમ્મદ ઈરફાન- પાકિસ્તાનના ફાસ્ટ બોલર મોહમ્મદ ઈરફાને ત્રણેય ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી છે.
  18. વરુણ એરોન- ભારતીય ઝડપી બોલર વરુણ એરોને ત્રણેય ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે.
  19. નીલ વેગનર- ન્યુઝીલેન્ડના ફાસ્ટ બોલર નીલ વેગનરે ત્રણેય ફોર્મેટને ટાટા કહી દીધું છે.
  20. કોલિન મુનરો- ન્યુઝીલેન્ડના કોલિન મુનરોએ ત્રણેય ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે.
  21. કેદાર જાધવ- ભારતના કેદાર જાધવે ત્રણેય ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે.
  22. ડેવિડ વિઝ- નામિબિયાના ડેવિડ વિઝે ત્રણેય ફોર્મેટમાંથી અલવિદા કહી દીધું છે.
  23. જેમ્સ એન્ડરસન- ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને ત્રણેય ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે.
  24. ડેવિડ મલાન- ઈંગ્લેન્ડના ડેવિડ મલાન ત્રણેય ફોર્મેટને ટાટા કહી દીધું છે.
  25. શેનોન ગેબ્રિયલ- વેસ્ટ ઈન્ડિઝના શેનોન ગેબ્રિયલ ત્રણેય ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે.
  26. વિલ પુકોવસ્કી- ઓસ્ટ્રેલિયાના વિલ પુકોવસ્કીએ ત્રણેય ફોર્મેટમાંથી અલવિદા કહી દીધું છે .
  27. રિદ્ધિમાન સાહા- ભારતીય વિકેટકીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહાએ ત્રણેય ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે.
  28. મેથ્યુ વેડ- ઓસ્ટ્રેલિયાના વિકેટકીપર બેટ્સમેન મેથ્યુ વેડે ત્રણેય ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે.