January 4, 2025

લખનઉમાં CM યોગીના આવાસ પણ નીચે શિવલિંગ, અખિલેશે કહ્યું- ખોદકામ કરાવો

Akhilesh Yadav Claims Shivling: સંભલ બાદ દરેક શહેરમાં નવા મંદિરો મળી રહ્યા છે અને વિવિધ સ્થળોએ મંદિરો અને શિવલિંગ હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. આ દાવાઓ વચ્ચે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પણ દાવો કર્યો છે. અખિલેશ યાદવે રવિવારે દાવો કર્યો હતો કે લખનઉમાં મુખ્યમંત્રીના આવાસની નીચે એક શિવલિંગ છે જ્યાં સીએમ યોગી રહે છે. અખિલેશે ત્યાં પણ ખોદકામની માંગ કરી હતી. અખિલેશ યાદવ એસપી હેડક્વાર્ટરમાં મીડિયા સાથે વાત કરી રહ્યા હતા.

અખિલેશ યાદવે કહ્યું કે મુખ્યમંત્રી આવાસની નીચે એક શિવલિંગ છે. આ અમારી માહિતી છે. ત્યાં પણ ખોદકામ કરવું જોઈએ. અખિલેશ યાદવના આ દાવા બાદ અનેક અટકળો લગાવવામાં આવી રહી છે. આ પહેલા પણ અખિલેશે સંભલમાં ચાલી રહેલા ખોદકામ પર નિશાન સાધ્યું છે. હવે મુખ્યમંત્રી આવાસના ખોદકામની માંગણી પાછળની તેમની વ્યૂહરચના અને ઈરાદો સંભલમાં ચાલી રહેલા ખોદકામ સાથે સીધો જોડાયેલો છે. સંભલમાં જામા મસ્જિદના સર્વે દરમિયાન થયેલી હિંસા બાદ પ્રશાસન મુસ્લિમ વિસ્તારોમાં વીજળી ચોરી રોકવા અને મંદિરના જીર્ણોદ્ધારમાં સતત વ્યસ્ત છે. અહી ઘણા જુના કુવાઓ પુન: ખોદીને નવજીવન આપવામાં આવી રહ્યા છે. ભૂગર્ભમાં ગયેલા પગથિયા પર પણ ખોદકામ ચાલી રહ્યું છે.

અખિલેશ યાદવે કહ્યું કે જ્યારે હું નવા ઘરમાં જઈ રહ્યો હતો ત્યારે પીઆઈએલ દાખલ કરવામાં આવી હતી. હું એવા લોકોને ઓળખું છું જેમણે ભાજપ અને કોંગ્રેસ બંને માટે પીઆઈએલ દાખલ કરી છે. અખિલેશ યાદવે ગેરકાયદેસર અતિક્રમણ અને બુલડોઝરની કાર્યવાહીના કારણે રાજભવનની બહાર બાંધકામનો મુદ્દો ઉઠાવ્યો હતો. પૂછ્યું કે શું તેનો નકશો ઉપલબ્ધ છે? ત્યાં બુલડોઝર ક્યારે જશે?