January 8, 2025

રાજ્યમાં ઠંડીનો કહેર યથાવત, નલિયામાં સૌથી ઓછું 5.6 ડિગ્રી તાપમાન નોંધાયું

Weather Update: રાજ્યમાં સતત ઠંડીમાં વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે હવે નલિયામાં સૌથી ઓછું 5.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો રાજકોટમાં 9.3 ડિગ્રી સાથે બીજુ સૌથી ઠડું શહેર છે. છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં ભરશિયાળે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. આ સિવાય ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. ત્યારે હવે 12 શહેરોના તાપમાન 15 ડિગ્રીથી ઓછું નોંધાયું છે.

ભરશિયાળે અનેક શહેરમાં વાતાવરણમાં પલટો આવતા ઠંડીમાં લોકો ઠુંઠવાઈ ગયા છે. ત્યારે હવે ભુજમાં 10.4, ડીસામાં 13, ગાંધીનગર 14, અમદાવાદમાં 15, સુરતમાં 17 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજકોટ 9.3 ડિગ્રી સાથે બીજુ સૌથી ઠંડુ શહેર છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે અરબ સાગર બંગાળની ખાડીના ભેજના કારણે અને મલ્ટી સિસ્ટમને લઈ માવઠાની અસર જોવા મળી હતી. તો અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે પવન સાથે કડકડતી ઠંડીનો અનુભવ થયો છે.

આ પણ વાંચો: ગાઢ ધુમ્મસને લઈ દિલ્હીમાં આપ્યું યલો એલર્ટ, દિલ્હીવાસીઓ ઠુંઠવાઈ જવા રહેજો તૈયાર