January 7, 2025

વિરાટ કોહલી ક્યારે પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર થશે?

Virat Kohli vs Rohit Sharma in Test: છેલ્લા 2 દિવસથી રોહિતનું નામ ખૂબ ચર્ચામાં રહ્યું છે. ટીમ ઈન્ડિયા હાલ પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહી હોય તેવું જોવા મળી રહ્યું છે. બુમરાહ ટોસ માટે આવ્યો એટલે રોહિત શર્માને પ્લેઈંગ ઈલેવનમાંથી બહારનો રસ્તો બતાવી દેવામાં આવ્યો છે. જોકે રોહિતે ટીમના હિતમાં આ નિર્ણય લીધો છે. કોઈ પણ કેપ્ટન ટીમમાંથી પોતાનું નામ ખેંચતો નથી. પરંતુ રોહિત પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર છે. હવે વિરાટનું નામ ચર્ચામાં આવ્યું છે. જેનું કારણ એ છે કે વિરાટના પાંચ વર્ષના આંકડાઓ જોઈએ તો તેનું પ્રદર્શન ટેસ્ટ મેચમાં ખરાબ જોવા મળ્યું છે. હવે સવાલ એ થઈ રહ્યો છે કે તેને છેલ્લી તક આપવામાં આવી રહી છે? આવો જાણીએ છેલ્લા પાંચ વર્ષના આંકડાઓ.

આ પણ વાંચો: રોહિતની કેપ્ટનશિપ પર જસપ્રીત બુમરાહે કહી આ વાત

રોહિત શર્માના છેલ્લા પાંચ વર્ષમાં ટેસ્ટના આંકડા
રોહિત શર્મા અને વિરાટ કોહલીના છેલ્લા પાંચ વર્ષના આંકડાઓની વાત કરીએ તો રોહિત શર્માએ 5 વર્ષમાં 63 ટેસ્ટ ઇનિંગ્સ રમી છે અને 2160 રન બનાવ્યા છે. રોહિતની એવરેજ 36 છે. 6 સદી ફટકારી છે. તેનો સર્વોચ્ચ સ્કોર 161 રન છે. વિરાટ કોહલીની વાત કરવામાં આવે તો જાન્યુઆરી 2020 થી ડિસેમ્બર 2024 સુધી 67 ટેસ્ટ ઇનિંગ્સ રમી છે. તેણે 2005 રન બનાવ્યા છે. કોહલીની એવરેજ 31.33 છે અને 49.26ની એવરેજથી બેટિંગ કરી રહ્યો છે. વિરાટ કોહલીના નામે ટેસ્ટ મેચમાં ત્રણ ટેસ્ટ સદી ફટકારી છે. સર્વોચ્ચ સ્કોર 186 રન છે. રોહિત શર્મા કરતા વિરાટનું પ્રદર્શન થોડું સારું છે.