January 7, 2025

10 મિનિટમાં મળી જશે એમ્બ્યુલન્સ, બ્લિંકિટે શરૂ કરી નવી ઈમરજન્સી સેવા

Blinkit Ambulance: બ્લિંકિટમાં તમને 8થી10 મિનિટમાં તમને તમારો સામાન ઘર સુધી મળી રહે છે. હવે તો 10 મિનિટમાં માત્ર રાશન જ નહીં પણ એમ્બ્યુલન્સ પણ તમારા સુધી પહોંચી જશે. દિલ્હીની પાસે આવેલા ગુરુગ્રામમાં 10 મિનિટની એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવી છે. બ્લિંકિટના વડા અલબિંદર ધીંડસાએ તેના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X દ્વારા આની જાહેરાત કરી છે.

આ પણ વાંચો: Jio લાવ્યું 11 મહિનાનો પ્લાન, રિચાર્જની નહીં રહે હવે ઝંઝટ

10 મિનિટમાં એમ્બ્યુલન્સ
બ્લિંકિટના CEO આ વિશે માહિતી આપી છે. સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને લખ્યું કે ’10 મિનિટમાં એમ્બ્યુલન્સ’ એ શહેરોમાં ઝડપી અને વિશ્વસનીય એમ્બ્યુલન્સ સેવા પ્રદાન કરવાની દિશામાં અમારું પ્રથમ પગલું છે. 5 એમ્બ્યુલન્સ ગુરુગ્રામમાં શરૂ કરવામાં આવી છે. અમે થોડા સમય પછી આ સેવાને વધુ વિસ્તારોમાં વિસ્તારીશું. કંપનીના સ્થાપકે પોતાની પોસ્ટમાં કહ્યું કે તેમનું પગલું નફો કમાવવાનું નથી. આ સેવા અમે સસ્તી કિંમતે પૂરી કરીશું. 2 વર્ષમાં દેશના તમામ મોટા શહેરોમાં આ સેવા શરુ કરવામાં આવશે.