January 7, 2025

દિલ્હીમાં ધુમ્મસના કારણે ઘણી ફ્લાઈટ્સ રદ, એડવાઈઝરી કરી જાહેર

Delhi: દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં અત્યંત ઠંડી છે. દિલ્હીમાં ગાઢ ધુમ્મસની સ્થિતિ વચ્ચે દિલ્હી એરપોર્ટ અધિકારીઓ દ્વારા એક એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર ગાઢ ધુમ્મસના કારણે કેટલીક ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ શકે છે. દિલ્હી એરપોર્ટ જીએમઆરએ જણાવ્યું હતું કે જે ફ્લાઈટ્સ CAT III અનુરૂપ નથી તે પ્રભાવિત થશે.

હાલ દિલ્હી એરપોર્ટ પર લેન્ડિંગ અને ટેકઓફ ચાલુ છે. આમાં ફક્ત તે ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે જે CAT III અનુરૂપ નથી. આવી ફ્લાઈટ્સ તેમના નિર્ધારિત સમય મુજબ પ્રભાવિત થઈ રહી છે. આજે ગાઢ ધુમ્મસના કારણે દિલ્હી એરપોર્ટ પર વિઝિબિલિટી શૂન્ય છે. આ કારણથી પાઈલટોને દિલ્હી એરપોર્ટના રનવે પર ટેક ઓફ અને લેન્ડિંગ કરવામાં મુશ્કેલી પડી રહી છે. દિલ્હી એરપોર્ટ પર કેટલીક ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી છે. ગાઢ ધુમ્મસને કારણે દિલ્હી એરપોર્ટ પર ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટને અસર થઈ છે.

આ પણ વાંચો: 10 મિનિટમાં મળી જશે એમ્બ્યુલન્સ, બ્લિંકિટે શરૂ કરી નવી ઈમરજન્સી સેવા

આજે ગાઢ ધુમ્મસના કારણે માર્ગો પર વાહનોની ગતિ પણ ધીમી જોવા મળી હતી. ધુમ્મસને લઈને હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ પણ જારી કરવામાં આવ્યું હતું. સ્પાયજેટે માહિતી આપી છે કે ગાઢ ધુમ્મસને કારણે ફ્લાઈટ્સ પ્રભાવિત થશે. તેમના જણાવ્યા અનુસાર, અમૃતસર અને ગુવાહાટીથી આવતી તમામ ફ્લાઈટો પર ધુમ્મસની અસર જોવા મળી છે. જેના કારણે તમામ ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ છે. એરલાઈન્સ તરફથી કહેવામાં આવ્યું છે કે આ સમયે મુસાફરી કરતા તમામ મુસાફરોએ તેમની સંબંધિત ફ્લાઈટ્સના ટાઈમ ટેબલ પર નજર રાખવી જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે જો હવામાન આવું જ ચાલુ રહેશે તો ઓછી વિઝિબિલિટીના કારણે ફ્લાઈટ્સ રદ થઈ શકે છે.

CAT III શું છે?
CAT III એ એરક્રાફ્ટ એપ્રોચ સિસ્ટમનો એક પ્રકાર છે. આ ખરાબ હવામાનમાં ફ્લાઇટને રનવે પર સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં મદદ કરે છે. તે ખાસ કરીને ગાઢ ધુમ્મસ અથવા વરસાદી હવામાનમાં ફ્લાઇટ લેન્ડિંગ માટે ઉપયોગમાં લેવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.