January 7, 2025

‘ભારત હંમેશા માલદીવની સાથે’, વિદેશ મંત્રી એસ જયશંકરનું નિવેદન સાંભળીને ચીનને લાગશે મરચા

India Maldives Bilateral Ties: ભારત અને માલદીવ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા સંબંધોમાં કડવાશ ઓછી થતી જોવા મળી રહી છે. ભારત અને માલદીવ શુક્રવારે સરહદ પારના વેપાર માટે સ્થાનિક કરન્સીના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે સહમતિ બની છે અને વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું છે કે ભારત હંમેશા માલદીવની સાથે છે. જયશંકરે દિલ્હીમાં માલદીવના પોતાના સમકક્ષ અબ્દુલ્લા ખલીલ સાથેની બેઠકમાં આ ટિપ્પણી કરી હતી.

એસ જયશંકર અને અબ્દુલ્લા ખલીલે દરિયાઈ સુરક્ષા, વેપાર અને રોકાણ સહિત અનેક મહત્ત્વના ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરી હતી. માલદીવના વિદેશ મંત્રી અબ્દુલ્લા ખલીલ ત્રણ દિવસની મુલાકાતે છે.

જયશંકરે જણાવ્યું હતું કે, “ક્રોસ બોર્ડર ટ્રાન્ઝેક્શન માટે સ્થાનિક કરન્સીના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટેના માળખા પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. અમે વિવિધ ક્ષેત્રોમાં અમારી ભાગીદારી વધારી છે અને હું કહેવા માંગુ છું કે ભારત હંમેશા માલદીવની સાથે ઊભું રહ્યું છે. તમે અમારી નેબરહુડ ફર્સ્ટ નીતિને ખૂબ મહત્વ આપો છો.”

માલદીવે કહ્યું- Thanku
માલદીવના વિદેશ પ્રધાન ડૉ. ખલીલે, તેમના તરફથી, ભારત દ્વારા માલદીવને તેની જરૂરિયાતના સમયે પૂરી પાડવામાં આવેલ કટોકટીની નાણાકીય સહાયની પ્રશંસા કરી, જે માલદીવના “પ્રથમ પ્રતિસાદકર્તાઓ” પૈકીના એક તરીકે ભારતની ભૂમિકાને પ્રતિબિંબિત કરે છે. વિદેશ મંત્રી ડૉ. ખલીલે ભારત-માલદીવ વ્યાપક આર્થિક અને દરિયાઈ સુરક્ષા ભાગીદારી માટેના સંયુક્ત વિઝનને સાકાર કરવા માટે ભારત સરકાર સાથે મળીને કામ કરવા માટે રાષ્ટ્રપતિ ડૉ. મુઈઝૂ અને માલદીવ સરકારની મજબૂત પ્રતિબદ્ધતાની પુનઃ પુષ્ટિ કરી.