January 8, 2025

જસપ્રિત બુમરાહની ઈજા પર આવ્યું મોટું અપડેટ

jasprit Bumrah Update: જસપ્રીત બુમરાહ એવા ખેલાડીઓમાંથી છે જેનું નામ હમેંશા ચર્ચામાં રહે છે. મેદાન હોય કે મેદાન બહાર હમેંશા બુમરાહ ચર્ચામાં રહે છે. બુમરાહને મેદાન પર કોઈ સમસ્યા થઈ હશે. જેના કારણે તે સ્કેનિંગ માટે બહાર થઈ ગયો હતો. તે ટીમ ઈન્ડિયાની મેડિકલ ટીમ સાથે જોવા મળ્યો હતો. આ વચ્ચે બુમરાહની ઈજાને લઈને મોટું અપડેટ આપ્યું છે.

આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયા સામે પંતની શાનદાર ઇનિંગ, એમ છતાં એક મહાન રેકોર્ડ ચૂક્યો

બુમરાહની ઈજા પર આ વાત કહી
કૃષ્ણાને પ્રેસ કોન્ફરન્સમાં બુમરાહ વિશે સવાલો કરવામાં આવ્યા હતો. જેના જવાબમાં તેણે કહ્યું કે બુમરાહને પીઠમાં દુખાવો છે અને તે સ્કેન કરાવવા ગયો હતો. મેડિકલ ટીમ સ્કેન રિપોર્ટ બાદ કોઈપણ અપડેટ આપી શકાશે. હાલ મેડિકલ ટીમ તેના પર નજર રાખી રહી છે. પછી નિર્ણય લેવામાં આવશે. આ મેચમાં બુમરાહ શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે.