January 8, 2025

જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં મોટી દુર્ઘટના! સેનાની ટ્રક ખીણમાં પડી, 2 જવાનોના મોત

Road Accident in Jammu Kashmir: ઉત્તર કાશ્મીરના બાંદીપોરા વિસ્તારમાં એક મોટો અકસ્માત થયો છે. અહીં શનિવારે ભારતીય સેનાની એક ટ્રક પહાડથી નીચે ખીણમાં પડી, જેમાં બે સૈનિકોના મોત થયા. આ દુર્ઘટનામાં ઘણા સૈનિકો ઘાયલ થયા હોવાના પણ સમાચાર છે, જેમને બચાવવામાં આવી રહ્યા છે. જમ્મુ-કાશ્મીર પોલીસ અને સુનાના ઘણા જવાનો ઘટનાસ્થળે બચાવ કાર્યમાં લાગેલા છે.

હજુ સુધી આ દુર્ઘટનામાં આતંકવાદી એંગલનો કોઈ પુરાવો મળ્યો નથી. જો કે હાલ પોલીસ અને સેનાના જવાનો દ્વારા બચાવ કામગીરી ચાલી રહી છે અને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

24 ડિસેમ્બરના અકસ્માતમાં 5 જવાનો શહીદ થયા હતા
આ પહેલા પણ 24 ડિસેમ્બર, 2024ના રોજ જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લાના બાલનોઈ સેક્ટરમાં એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. અકસ્માતમાં સેનાનું એક વાહન 300 ફૂટ ઊંડી ખીણમાં પડી ગયું હતું. પુંછ સેક્ટરમાં ઓપરેશનલ ડ્યુટી દરમિયાન આ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં પાંચ જવાનો શહીદ થયા હતા.