January 9, 2025

PM મોદીએ વિશાખાપટ્ટનમમાં ચંદ્રબાબુ અને પવન કલ્યાણ સાથે કર્યો રોડ શો

PM Modi Roadshow: PM નરેન્દ્ર મોદી બુધવારે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ પહોંચ્યા હતા. આ દરમિયાન રાજ્યપાલ એસ. અબ્દુલ નઝીરનું મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ, નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણ અને અન્ય નેતાઓએ સ્વાગત કર્યું હતું. પીએમ મોદીએ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં રોડ શો કર્યો હતો. આ દરમિયાન સીએમ એન ચંદ્રબાબુ નાયડુ અને ડેપ્યુટી સીએમ પવન કલ્યાણ પણ તેમની સાથે હતા. આ સમગ્ર રોડ શો દરમિયાન રસ્તાઓ પર ભારે ભીડ જોવા મળી હતી. સ્થાનિક લોકો પીએમ મોદીની એક ઝલક જોવા માટે ભીડ ઉમટી હતી. આ દરમિયાન મોદી-મોદીના નારા પણ લાગ્યા હતા. પીએમ મોદીએ પણ હાથ મિલાવીને લોકોનું અભિવાદન સ્વીકાર્યું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારથી આંધ્રપ્રદેશ અને ઓડિશાની બે દિવસીય મુલાકાતે છે. આ દરમિયાન તેઓ આંધ્રપ્રદેશને કરોડોની કિંમતની ભેટ આપશે. પીએમ મોદીએ કહ્યું કે, તેઓ વિશાખાપટ્ટનમમાં ગ્રીન એનર્જી સંબંધિત મોટા કામોનું ઉદ્ઘાટન કરવા ઉત્સુક છે. સતત વિકાસ, ઔદ્યોગિક વિકાસ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ તરફના મુખ્ય પગલા તરીકે વડાપ્રધાન મોદી આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં 8 જાન્યુઆરી (બુધવાર)ના રોજ 2 લાખ કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે.

પીએમ મોદીએ ‘X’ પરની પોસ્ટમાં કહ્યું કે, હું ગ્રીન એનર્જી, રિન્યુએબલ એનર્જી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય ક્ષેત્રો સાથે સંબંધિત મોટા કામોનું ઉદ્ઘાટન કરવા માટે હું વિશાખાપટ્ટનમના લોકો વચ્ચે આવવા ઉત્સુક છું. NTPC ગ્રીન એનર્જી લિમિટેડ ગ્રીન હાઇડ્રોજન હબ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવશે તે ખૂબ જ આનંદની વાત છે. આ સાથે, તે નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન હેઠળ આ પ્રકારનું પ્રથમ હબ બનશે. આંધ્રપ્રદેશ બાદ પીએમ મોદી ઓડિશા જશે. 9 જાન્યુઆરીએ સવારે 10 વાગ્યે ભુવનેશ્વરમાં 18મી પ્રવાસી ભારતીય દિવસ (PBD) કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે.