વિશ્વ હિન્દી દિવસ પ્રથમ વખત ક્યારે ઉજવવામાં આવ્યો?
Hindi Diwas 2025: હિન્દી ભાષા દેશમાં સૌથી વધારે બોલાતી ભાષા છે. અંગ્રેજી પછી વિશ્વમાં ત્રીજી સૌથી વધુ બોલાતી ભાષા હિન્દી છે. 10 જાન્યુઆરીએ વિશ્વ હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવે છે. હિન્દીભાષી લોકો દુનિયાભરમાં ફેલાયેલા છે જે ભારતને ગૌરવ અપાવી રહ્યા છે. આ વચ્ચે હવે તમને સવાલ થતો હશે કે વિશ્વ હિન્દી દિવસ પ્રથમ વખત ક્યારે ઉજવવામાં આવ્યો? આવો જાણીએ.
આ પણ વાંચો: દિલ્હીમાં વરસાદની શક્યતા, જાણો ગુજરાતનું હવામાન કેવું રહેશે
વિશ્વ હિન્દી દિવસ પ્રથમ વખત ક્યારે ઉજવવામાં આવ્યો?
કેન્દ્ર સરકાર દ્વારા ઘણા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. હિન્દી સાહિત્ય સાથે સંકળાયેલા સાહિત્યકારો માટે વિવિધ પ્રકારનું કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ભારત સિવાય દુનિયામાં બીજા ઘણા એવા દેશ છે કે હિન્દી ભાષી લોકોની સંખ્યા ઘણી વધારે છે. વર્ષ 1974માં મહારાષ્ટ્રના નાગપુરમાં પ્રથમ વખત વિશ્વ હિન્દી દિવસ સંમેલન કરવામાં આવ્યું હતું. આ સમયે 30 દેશોના 122 પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ આ સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું.