January 10, 2025

IND-W vs IRE-W: રાજકોટના મેદાનની પીચ કેવી રહેશે? આવો જાણીએ

IND-W vs IRE-W: ભારત અને આયર્લેન્ડની મહિલા ટીમ વચ્ચે ત્રણ મેચની ODI સિરીઝની પહેલી મેચ રાજકોટના મેદાનમાં રમાવાની છે. સ્મૃતિ મંધાના ટીમ ઈન્ડિયાની કમાન સંભાળશે. આવો જાણીએ કે રાજકોટની પીચ વિશે.

આ પણ વાંચો: યુઝર્વેન્દ્ર ચહલે ડિવોર્સના અહેવાલો પર તોડ્યું મૌન, સોશિયલ મીડિયા પર કહી આ વાત

રાજકોટની પીચ
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ગ્રાઉન્ડ પર રમાનારી આ વન-ડે સિરીઝની પ્રથમ મેચની પીચની વાત કરવામાં આવે તો તે બેટિંગ માટે એકદમ યોગ્ય માનવામાં આવે છે. આ મેદાન પર રન બનાવવા એકદમ સરળ રહેશે. જે ટીમ ટોસ જીતે છે તે ટીમ બોલિંગ કરવાનો નિર્ણય પ્રથમ કરી શકે છે. આ મેદાન પર પ્રથમ બેટિંગ કરતા ODIમાં પ્રથમ દાવનો સરેરાશ સ્કોર 320 થી 325 રનની વચ્ચે રહ્યો છે. આ મેદાન પર 2 મેચમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમ મેચ જીતી છે. જેના કારણે ટોસની ભૂમિકા મહત્વની રહેવાની છે.