January 12, 2025

એસ જયશંકર અમેરિકા જશે, ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં આપશે હાજરી

Donald Trump Swearing: ટ્રમ્પ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લેવાના છે. વિદેશ મંત્રી એસ જયશંકર 20 જાન્યુઆરીએ અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે.

આ પણ વાંચો: અમરેલીની પાટીદાર દિકરી મુદ્દે પરશોત્તમ રૂપાલાનું નિવેદન, કહી આ વાત

ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં જયશંકર
20 જાન્યુઆરીએ ટ્રમ્પ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. જેમાં ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. ભારત સરકારને ટ્રમ્પ-વેન્સ ઉદ્ઘાટન સમિતિ તરફથી આમંત્રણ મળ્યું છે. આ માહિતી વિદેશ મંત્રાલય દ્વારા શેર કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે આ મુલાકાતથી બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધો વધારે મજબૂત થશે તેવી અપેક્ષા છે.