આજથી 3 દિવસ અમિત શાહ ગુજરાત પ્રવાસે, પરિવાર સાથે કરશે મકર સંક્રાંતિની ઉજવણી
Ahmedabad: આજથી ત્રણ દિવસ અમિત શાહ ગુજરાત પ્રવાસે છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ મોડી સાંજે ગુજરાત આવશે અને પરિવાર સાથે મકર સંક્રાંતિની ઉજવણી કરશે. આવતીકાલે અમિત શાહ મેમનગર ખાતેની શાંતિ નિકેતન સોસાયટી ખાતે લોકો અને કાર્યકર્તાઓ સાથે ઉત્તરાયણ મનાવશે.
મળતી માહિતી અનુસાર અમિત શાહ ત્રણ દિવસ ગુજરાત પ્રવાસે છે. ત્યારે આજે મોડી સાંજે ગુજરાત આવશે. પરિવાર સાથે મકર સંક્રાંતિની ઉજવણી કરશે. સાથે જ મેમનગર ખાતેની શાંતિ નિકેતન સોસાયટી ખાતે લોકો અને કાર્યકર્તાઓ સાથે ઉત્તરાયણ મનાવશે. આ સિવાય સાંજે 5 વાગ્યે સાબરમતી વિસ્તારની અર્હમ રેસીડેન્સી ખાતે હાજરી આપશે. તેમજ 15 જાન્યુઆરીના ગોલથરા ગામે વિવિધ સરકારી યોજનાના લાભાર્થી કેમ્પની મુલાકાત અને સગર્ભા માતાઓને લાડુઓનું વિતરણ કરશે. નારદીપુર ખાતે 400 વર્ષ જૂના રામજી મંદિરમાં દર્શન કરી ભજન મંડળીઓને સાધનોનું વિતરણ કરશે. નારદીપુર ખાતે આર.જે પટેલ અન્નક્ષેત્રની પણ મુલાકાત લેશે.
આ પણ વાંચો: વડોદરામાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરનાર આરોપી ઝડપાયો
આ સિવાય અમિત શાહ કલોલ ખાતે કેળવણી મંડળ દ્વારા નિર્મિત નવા ઓડીટોરિયમનુ લોકાર્પણ અને વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. અમિત શાહ કલોલ ખાતે જાહેર સભાને પણ સંબોધન કરશે. અમદાવાદ – મહેસાણા હાઈવે અને સઇજ ગામને જોડતા રેલ્વે અંડરબ્રિજનું પણ લોકાર્પણ કરશે. તેમજ કલોલના સઇજ ગામે 800 વર્ષ જૂના સિદ્ધનાથ મહાદેવ મંદિરે દર્શન કરશે. વધુમાં ઘાટલોડિયા ખાતે નવા પોલીસ સ્ટેશનના ખાતમુહૂર્ત અને આવાસ મકાનોના વિકાસ કાર્યોના લોકાર્પણ પણ કરશે.