January 13, 2025

અરવલ્લી: પોલીસ કોન્સ્ટેબલના ઘરેથી દારૂ પકડાવવાનો મામલો, તપાસ મામલે કરાઈ SITની રચના

Aravalli: રાજ્યમાં અવારનવાર વિદેશી દારૂ ઝડપાવવાની ઘટના સામે આવતી રહે છે. આ વચ્ચે અરવલ્લીમાં પોલીસ કોન્સ્ટેબલના ઘરેથી વિદેશી દારૂ ઝડપાવવા મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. આ ઘટનાને લઈને પોલીસ કોન્સ્ટેબલના ઘરેથી વિદેશી દારૂ ઝડપવવાને લઈને જોરશોરથી તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે, તપાસ માટે SIT ની રચના કરવામાં આવી છે. ASP , LCB PI , SOG PI ની ટીમ તપાસ કરશે.

મળતી માહિતી અનુસાર બે દિવસ અગાઉ અરવલ્લી જિલ્લામાં ખુદ પોલીસકર્મીના ઘરેથી દારૂ ઝડપાયો હતો, જેને લઈને તપાસ તેજ કરવામાં આવી છે. આ ઘટનાને લઈને તપાસ માટે SIT ની રચના કરવામાં આવી છે. તેમજ ઝીણવટભરી તપાસ કરી અહેવાલ SPને સોંપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ધનસુરાના રહિયોલ ગામેથી દારૂ ઝડપાયો હતો. વિજય પરમાર સામે અગાઉ પણ દારૂ મામલે કાર્યવાહી થઈ ચૂકી છે. વિજય પરમાર હાલ પોલીસ પકડથી દુર છે.

આ પણ વાંચો: યમનમાં ગેસ સ્ટેશન પર વિસ્ફોટથી ભીષણ આગ, અત્યાર સુધીમાં 15 લોકોના મોત 67 ઘાયલ