January 18, 2025

સૈફ પર હુમલામાં એક આરોપીની ધરપકડ, પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો

Saif Ali Khan Attack live Updates: સૈફ અલી ખાન હુમલા કેસમાં પોલીસે કાર્યવાહી કરી છે. એક શંકાસ્પદની અટકાયત કરવામાં આવી છે. પોલીસે આરોપીને કસ્ટડીમાં લીધો છે અને પૂછપરછ માટે તેને બાંદ્રા પોલીસ સ્ટેશન લાવ્યો છે.

આ પણ વાંચો: સૈફ અલી ખાન પર હુમલો કરનાર આરોપીની તસવીર, CCTVમાં કેદ થયો ફોટો

CCTVમાં ફોટો આવ્યો હતો સામે
ગઈ કાલે સૈફ અલી ખાન પર હુમલો કરનાર શકમંદ આરોપીની પહેલી તસવીર સામે આવી હતી. હુમલો કરનાર આરોપીનો CCTV ફોટો મળી આવ્યો હતો. સીસીટીવી ફૂટેજમાં આરોપીનો ચહેરો સ્પષ્ટ જોવા મળી રહ્યો હતો. 16 જાન્યુઆરીના રોજ સવારે 2:33 વાગ્યે બિલ્ડિંગની સીડી પર હતો. અભિનેતાના ઘરે એક અજાણ્યો શખ્સ ચોરીના ઈરાદે આવ્યો હતો