January 18, 2025

આદિવાસી સમાજના બાળકોએ હવે “હાથમાં કલમ અને કાનમાં સ્ટેથોસ્કોપ” એવું બોલવાનું: કુબેર ડિંડોર

Kuber Dindor: દેડીયાપાડાની ઇનરેકા સંસ્થામાં 41 વાર્ષિક મહોત્સવમાં હાજરી આપવા પહોંચેલા રાજ્યના આદિજાતી અને શિક્ષણ મંત્રી કુબેર ડીન્ડોલનું શાળા દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમની સાથે સાંસદ મનસુખ વસાવા, સહિત ઇનરેકા સંસ્થાના વિવિધ લોકો પણ આવ્યા હતા.

લોકો યુવાનોને ગેરમાર્ગે
આદિજાતિ મંત્રી કુબેર ડીંડોરે ધારાસભ્ય ચૈતર વસાવાના ઘઢમાં આવીને તેમનું નામ લીધા વગર કેટલાક લોકો યુવાનોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. તેવી વાત કરીને કુબેર ડીંડોરે કટાક્ષ કર્યો હતો. કોંગ્રેસના શાસનમાં ભણ્યા એટલે પાછળ છો અને હાલના વિદ્યાર્થીઓ ભાજપના શાસનમાં ભણે છે એટલે આગળ વધી રહ્યા છે. આદિવાસી નૃત્ય કોંગ્રેસના સમયનું છે હવે ભણવું પડે તો આગળ વધીશું. આદિવાસી નૃત્યનું ગીત છે. અમુ આદિવાસી હાથ માં દાંડિયું ને મોદી સાહેબના શાસનમાં નવું ગીત લાવો હાથમાં કલમ અને ગળામાં સ્થેસસ્કોપ એવું ગીત લાવો કહી સૂચના આપી હતી. અમારી બાજુ હાલ પેલા ગિત ગાય ચાર ચાર બંગડી વાળી ગાડી લઈ આપું અને ચાર ચાર બંગડી વાળી લાડી લઈ આપું એ પણ શિક્ષણ સારું મેળવ્યું હોઈ તો આવે.

આ પણ વાંચો: ચેમ્પિયન્સ ટ્રોફીની થશે ટૂંક સમયમાં થશે જાહેરાત, આ ખેલાડીઓમાંથી કોણ બનશે વાઇસ કેપ્ટન?

આદિવાસીઓના વિકાસ જ કરી રહી
મનસુખ વસાવાએ પણ મીડિયા સમક્ષ વાત કરી કે મોદી સાહેબને સંભળાવા હોય તેમના અસ્તિસ્તને જોવું હોય તો તેમની મનકી વાત ખૂબ પ્રભાવશાળી છે. જો બાળકો ને મન કી બાત સંભળાવાવમાં આવે તો ઘણું શીખવા મળે. એવું સાંસદ મનસુખ વસાવાએ આશ્રમશાળાઓ અને નિવાસી શાળાઓમાં તો રેગ્યુલર કરવા જેવું છે. વાત કરી હતી સાથે સાંસદ મનસુખ વસાવાએ હાલ ખાસ આદિવાસીઓ એ જે ભીલ પ્રદેશની માંગને લઈ મોટું નિવેદન આપ્યું કે ભીલ પ્રદેશની માગો ને લઈ ખોટી શક્તિ વેડફી રહ્યા છે. જે લોકો ભીલ પ્રદેશની માંગણી કરી રહ્યા છે એ બિલકુલ ખોટી માંગણીઓ છે પહેલા એ નક્કી કરે છે કે આ પ્રદેશ ની રાજધાની ક્યાં હશે. રાજેસ્થાન વાળા કહે છે કે માનગઢ અમારી રાજધાની હશે ગુજરાત વાળા કહે છે કે કેવડિયા અમારી રાજધાની હશે. આ લોકો ને એક ગુમરાહ કરવાની વાત કરી રહ્યા છે. ભીલપ્રદેશની માગણીઓમાં બધી પાર્ટી ભેગી થવાની છે કે આપ ભાજપ કે કોંગ્રેસ હોય એ લોકો ભેગા થવાના છે એ શક્ય નથી. હાલ ભાજપ પાર્ટી જે કરી રહી છે જે આદિવાસીઓના વિકાસ જ કરી રહી છે.