January 22, 2025

સુરતમાં વિદ્યાર્થીનીને ફી ભરવા માટે દબાણ કર્યું તો કરી લીધો આપધાત

Surat News: સુરતમાં વિધાર્થીનીએ આપઘાત કર્યો છે. ફી નહીં ભરવાને લઈ વિધાર્થીનીને સજા અપાઈ હતી. વિદ્યાર્થીનીને ટોઈલેટ કે ઓરડા પાસે ઉભી રાખવામાં આવી હતી. વાત એટલેથી પૂરી થતી નથી વિદ્યાર્થીની સાથે અનેક વખત આવો વ્યવહાર કરાયો છે.

આ પણ વાંચો: અમદાવાદમાં વધુ એક HMPV કેસ નોંધાયો, દર્દીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી

પરિવાર શોકમાં ગરકાઉ
ફી ભરવા માટે દબાણ કરતા આખરે વિદ્યાર્થીનીએ આપધાત કર્યો છે. ગોડાદરાની આદર્શ પબ્લિક શાળામાં અભ્યાસ કરતી હતી. વિધાર્થીનીએ આપઘાત પગલે પરિવાર શોકમાં ગરકાઉ છે. ગોડાદરા પોલીસે તપાસ શરૂ કરી છે. રાજ્યમાં અવારનવાર આવા કિસ્સા સામે આવી રહ્યા છે.