January 22, 2025

ટીમ ઈન્ડિયામાં પરત ફરવા માટે મોહમ્મદ શમીએ આ મનપસંદ વસ્તુને છોડી દીધી!

Mohammed Shami: મોહમ્મદ શમીએ આખરે 14 મહિના બાદ વાપસી કરી છે. તેમના ચાહકો કેટલાય સમયથી તેમની ક્રિકેટના મેદાનમાં રાહ જોઈ રહ્યા હતા. આખરે શમીની વાપસી થઈ છે. પરંતુ તેના માટે શમીએ ઘણી કુરબાની કરી છે. આ વચ્ચે હવે બંગાળના કોચે તેને લઈને મોટો ખુલાસો કર્યો છે.

આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજની ચૂંટણી કેમ થાય છે?

મોહમ્મદ શમીએ બિરયાની છોડી દીધી
બંગાળના કોચે એક મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે શમીએ તેની ફેવરિટ ‘બિરયાની’ છોડી દીધી છે. છેલ્લા 2 મહિનાથી તેણે બિરયાની તેણે ખાધી નથી. તે દિવસમાં એક વાર તો બિરયાની ખાતો હતો. પરંતુ તેણે બિરયાની છોડી દીધી છે. તેણે બિરયાની ખાવાનો ઘણો શોખ છે. પરંતુ તેને હવે મે બિરયાની ખાતો જોયો નથી. હવે તમામ તેમના ચાહકોને આશા છે કે તે જબદસ્ત રીતે મેદાનમાં વાપસી કરે.