ભારતીય કોસ્ટગાર્ડના 49મા સ્થાપના દિવસની ઉજવણી, ચિત્રસ્પર્ધાનું આયોજન
ગાંધીનગરઃ ભારતીય કોસ્ટગાર્ડનો 49મો સ્થાપના દિવસ 01 ફેબ્રુઆરી 2025ના રોજ ઉત્સાહપૂર્વક મનાવવામાં આવી રહ્યો છે. તેની યાદમાં ગાંધીનગરમાં પ્રાદેશિક મુખ્યાલય (ઉત્તર-પશ્ચિમ) દ્વારા સમગ્ર પ્રદેશમાં કાર્યક્રમોની શ્રેણી અને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રેરણા, દેશભક્તિ, પર્યાવરણ ચેતના અને અન્ય સંબંધિત જાહેર મુદ્દાઓને ધ્યાને લેવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમોના ભાગરૂપે 22 જાન્યુઆરી 2025ના રોજ ગાંધીનગરમાં વિવિધ શાળાના બાળકો માટે ચિત્રસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. 12 શાળાઓનાં અનેક વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સર્જનાત્મકતાના સ્પાર્ક અને યુવા મનની પ્રતિભાને ખીલવવા માટે વિદ્યાર્થીઓનાં વિવિધ વય જૂથને સંબંધિત થીમ્સ આપવામાં આવી હતી.
તેમાં ‘આપણો મહાસાગર અમારી જવાબદારી’, ‘મોબાઈલ ફોન: અ ફ્રેન્ડ ઓર અ ડિસ્ટ્રક્શન’, ‘પ્લાસ્ટિક પોલ્યુશન સામે યુદ્ધ/સેવ અર્થ’, ‘ક્લાઈમેટ ચેન્જ અને તેની અસર’, ‘ટેકનોલોજી અને માનવતા’ અને ‘મારા સપનાનું ભારત’ આ વિષયનો સમાવેશ કરવામાં આવ્યો હતો. બધા બાળકોએ પોતપોતાના કૌશલ્ય અને સર્જનાત્મકતા પ્રમાણે તેમના વિચારો તેમના ચિત્રોમાં ઉતાર્યા હતા.
કોસ્ટ ગાર્ડ વાઇવ્સ વેલ્ફેર એસોસિએશને ઇવેન્ટના સફળ સંચાલનમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. કાર્યક્રમના અંતે સ્પર્ધામાં વિજેતાઓને વિવિધ ઈનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું.