January 23, 2025

ખ્યાતિ હોસ્પિટલકાંડમાં વધુ એક દર્દીનું મોત, કુલ મૃત્યુઆંક 3 પર પહોંચ્યો

અમદાવાદઃ ખ્યાતિ હોસ્પિટલકાંડમાં વધુ એક જિંદગી છીનવાઈ ગઈ છે. મેડિકલ ચેક અપ માટે લાવવામાં આવેલા વધુ એક દર્દીનું મોત નીપજ્યું છે. ઉલ્લેખનીય છે કે, ખ્યાતિ હોસ્પિટલકાંડના મુખ્ય આરોપીને થોડા દિવસ પહેલાં જ ઝડપી લેવામાં આવ્યો છે.

મળતી માહિતી પ્રમાણે, 72 વર્ષીય કાંતિ પટેલનું કરૂણ મોત નીપજ્યું છે. ખ્યાતિ હોસ્પિટલમાં 19 દર્દીઓની એન્જિઓગ્રાફી થઈ હતી. ત્યારે અત્યાર સુધીમાં મૃત્યુઆંક 3 પર પહોંચ્યો છે.