રાજકોટમાં એનેસ્થેસિયા તબીબનો આપઘાત, દવાનો ઓવરડોઝ લઈ જીવન ટૂંકાવ્યું
રાજકોટઃ શહેરની સિનર્જી હોસ્પિટલના તબીબ જય પટેલે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. એનેસ્થિયા તબીબ તરીકે તેઓ ફરજ બજાવતા હતા. ત્યારે આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી પ્રમાણે, સિનર્જી હોસ્પિટલના તબીબ જય પટેલે દવાનો ઓવરડોઝ લઈને જીવન ટૂંકાવી નાંખ્યું છે. રાજકોટ સ્થિત સુવર્ણભૂમિ એપાર્ટમેન્ટમાં પોતાના ઘરે જ આપઘાત કર્યો છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક માહિતી પ્રમાણે, ઘરકંકાસને કારણે તેમને આપઘાત કર્યો હોવાની આશંકા છે.