January 31, 2025

મોડી રાતે પ્રયાગરાજ મહાકુંભમાં મચી નાસભાગ, 10થી વધુ લોકોના મોતની આશંકા

Prayagraj: Prayagraj: મહાકુંભમાં ભક્તોનો ભારે ધસારો ઉમટી રહ્યો છે. મૌની અમાવસ્યા પર સ્નાનને લઈને ભક્તોમાં ઘણો ઉત્સાહ છે. 144 વર્ષમાં એકવાર આવતા મહાકુંભના આ દિવસે સંગમમાં સ્નાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, દેશભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો પ્રયાગરાજ આવી રહ્યા છે. ત્યારે મોડી રાતે પ્રયાગરાજમાં દોડધામ મચી હતી.

મહાકુંભમાં સંગમમાં ભાગદોડ બાદ ઘણા લોકો ઘાયલ થયા છે, જ્યારે  સવારે 8.15 વાગ્યા સુધી 10 થી વધુ લોકોના મોતની પણ આશંકા છે. ઘાયલોને કુંભ વિસ્તારના સેક્ટર 2ની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આજે, મૌની અમાવસ્યા નિમિત્તે મોટી સંખ્યામાં યાત્રાળુઓ સ્નાન માટે મહાકુંભ પહોંચ્યા છે.

 

આ પણ વાંચો: IND vs ENG 3rd T20: રાજકોટમાં ઇંગ્લેન્ડે 26 રનથી જીત મેળવી