December 20, 2024

Test Series વચ્ચે ખરાબ સમાચાર, આ સ્ટાર ખેલાડી બહાર

Daryl Mitchell: ટીમ ઈન્ડિયા હાલ ઈંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ સીરીઝ રમાઈ રહી છે. આ શ્રેણીની વચ્ચે ક્રિકેટ ચાહકો માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. એક સ્ટાર ખેલાડી ઈજાના કારણે આ શ્રેણીમાંથી બહાર છે.

આ ખેલાડી ટેસ્ટ શ્રેણીમાંથી બહાર
ન્યુઝીલેન્ડનો સ્ટાર ખેલાડી ડેરીલ મિશેલ દક્ષિણ આફ્રિકા સામે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીમાંથી હવે બહાર થઈ ગયો છે. કહેવામાં આવી રહ્યું છે કે તે લાંબા સમયથી પગની ઈજાથી પીડાઈ રહ્યો છે. જેના કારણે તે ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી T20 શ્રેણીમાંથી પણ બહાર થઈ ગયો છે. સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં ન્યુઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા તેના પ્રથમ દાવમાં 511 રન બનાવ્યા હતા. તે જ સમયે, ન્યૂઝીલેન્ડે 4 વિકેટના નુકસાન પર 179 રન બનાવીને તેનો બીજો દાવ ડિકલેર કર્યો હતો.

આ પણ વાંચો: IND vs ENG: યશસ્વી જયસ્વાલે બેવડી સદી ફટકારી ઇતિહાસ રચ્યો

ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત
ભારતીય ટીમ અંડર 19 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી ગઈ છે. ટીમ ઈન્ડિયા ફાઇનલમાં પાકિસ્તાન અથવા ઓસ્ટ્રેલિયા સામે આજે મેચ રમી શકે છે. જોકે અંડર-19 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન અત્યાર સુધી તો જોરદાર જ રહ્યું છે. ટીમ ઈન્ડિયાએ ટૂર્નામેન્ટની પ્રથમ સેમીફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને હરાવી ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. ત્યારે હવે ટુર્નામેન્ટની બીજી ફાઇનલિસ્ટ નક્કી કરવાનો સમય થઈ ગયો છે. અંડર 19 વર્લ્ડ કપની બીજી સેમિફાઇનલમાં પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે રમાશે. આજે જે મેચ રમાશે તેમાં જેની જીત થશે તેની ફાઇનલમાં ટીમ ઇન્ડિયાનો સામનો કરશે. તમને જણાવી દઈએ આ મેચ વિલોમૂર પાર્કમાં રમાવાની છે.

આ પણ વાંચો: ગુજરાતની ટીમને મોટો ફટકો, આ ખેલાડી WPL 2024 નહીં રમે

જસપ્રીત બુમરાહ નંબર 1 ટેસ્ટ બોલર બન્યો
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ દુનિયાનો નંબર 1 ટેસ્ટ બોલર બની ગયો છે. આખરે તેને તે મળી ગયું જેનો તે ખરેખર હકદાર હતો. જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી પહેલા રેન્કિંગમાં ચોથા નંબર પર હતો. તેણે નંબર 1 બનીને તેણે એક મોટો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ક્રિકેટ ઈતિહાસની વાત કરવામમાં આવે તો તે એકમાત્ર એવો બોલર છે જેણે દરેક ફોર્મેટમાં નંબર 1નું સ્થાન મેળવ્યું છે. બુમરાહ ટેસ્ટ રેન્કિંગમાં નંબર 1 પર પહોંચનાર પ્રથમ ભારતીય ઝડપી બોલર છે.