February 4, 2025

યુનિફોર્મ સિવિલ કોડ શું છે? જાણો

Uniform Civil Code: યુનિફોર્મ સિવિલ કોડ દેશમાં પહેલી વાર ઉત્તરાખંડમાં લાગુ કરવામાં આવ્યો છે. આ બાદ હવે ચર્ચા છે કે ગુજરાતમાં પણ તેને લાગુ કરવામાં આવી શકે છે. હવે તમને સવાલ થતો હશે કે આ યુનિફોર્મ સિવિલ કોડ UCC એટલે શું?

આ પણ વાંચો: રાજકોટમાં મચ્છીનો ઉપદ્રવ વધ્યો, મનપા દ્વારા મચ્છીના નિરાકરણ માટે ફોગિંગ કરવામાં આવ્યું

યુનિફોર્મ સિવિલ કોડ એટલે શું?
UCCને સરળ ભાષામાં કહીએ તો નાગરિક સંહિતા. એક દેશ એક કાયદો એટલે યુનિફોર્મ સિવિલ કોડ. જેમાં તમામ જનતા માટે એકસરખો કાયદો હોય છે. તે પછી ભલે કોઈ પણ ધર્મ કે જાતિનું હોય.પરંતુ એક જ સરખો કાયદો લાગે છે. હાલમાં તમામ સમાજ કે ધર્મો પોતપોતાના અલગ અલગ નિયમ છે. લગ્ન, છૂટાછેડા, દત્તક લેવવાના નિયમો, વારસો અને મિલકત સંબંધિત તમામ નિયમો અલગ અલગ છે. જો ગુજરાતમાં UCC લાગુ કરી દેવામાં આવે છે તો તમામ લોકો માટે એક જ કાયદો રહેશે.