February 26, 2025

સરકારી કર્મચારીઓને લઈને પોલીસ એક્શનમાં, આવતીકાલથી કચેરી બહાર દંડ ઉઘરાવાશે

અમદાવાદઃ સરકારી કર્મચારીઓ પર ટ્રાફિક નિયમનને લઈને ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી ગઈ છે. DGP વિકાસ સહાયે X પર પોસ્ટ કરી તમામ માહિતી આપી છે.

સરકારી ઓફિસમાં ટ્રાફિકના નિયમનું પાલન નહીં કરનારા કર્મચારીઓને દંડ કરવામાં આવશે. દરેક સરકારી કચેરીની બહાર ટ્રાફિક પોલીસ તૈનાત રહેશે. આવતીકાલથી તમામ પોલીસ એકમોને પાલન સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે. ટ્રાફિક પોલીસને કૃપા કરીને સહયોગ આપવા જણાવ્યું હતું.

DGP વિકાસ સહાય કહે છે કે, ‘ગુજરાત રાજયના તમામ સરકારી અધિકારી કર્મચારીઓ રાજયના જવાબદાર નાગરીક તરીકે ઓળખ ધરાવે છે. તેઓ બીજા નાગરિકો માટે – રોલ મોડલ બને તેવી તેમની પાસે અપેક્ષા રાખવામાં આવે છે. સરકારી કર્મચારીઓ ટ્રાફિકના તમામ નિયમોનું પાલન કરે તે અપેક્ષિત છે અને જરૂરી પણ છે.’

તેઓ કહે છે કે, ‘ગુજરાત રાજ્યમાં હેલ્મેટના નિયમનું અમલીકરણ કરાવવું ખૂબ જરૂરી છે કે જેવી રીતે અકસ્માતના કારણે થતા મૃત્યુ અને ગંભીર ઇજાઓ ઉપર અંકુશ લાવી શકાય. ગુજરાત રાજ્યમાં હેલ્મેટના નિયમનો અમલ રાજયના તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીયો કરે તે માટે આવતીકાલ 11 ફેબ્રુઆરી, 2025થી ગુજરાત રાજ્યના તમામ સરકારી કચેરીઓના પ્રવેશદ્વારા પાસે ટ્રાફીક પોલીસનું ડિપ્લોયમેન્ટ કરી અમરકારક કાર્યવાહી કરાવવા સૂચના છે.’